GujaratRajkotSaurashtra

રાજકોટમાં ફાર્મ હાઉસમાં ધમધમતી જુગારની કલબ ઝડપાઈ, કુલ 18 ની ધરપકડ

રાજકોટ જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ દ્વારા દરોડા પાડી રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં ચાલી રહેલ જુગાર ક્લબ ઝડપી પાડવામાં આવ્યું છે. આ દરમિયાન સંચાલક સહિત 18 આરોપીઓને 15 લાખની રોકડ સહિત કુલ 94.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની સાથે ફાર્મહાઉસમાંથી દારૂ-બિયરની બોટલો અને ટીન પણ મળી આવતા પ્રોહિબિશન ની અલગથી ફરિયાદ દાખલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ જે, મોનીટરીંગ સેલની ટીમ દ્વારા જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલ જુગાર ક્લબ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચોક્કસ જાણકારીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય, DYSP કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર. જી. ખાંટ તથા તેમની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જાણકારી પ્રાપ્ત થઈ છે કે, સચાલક મહેન્દ્રસિંહ જાડેજા પોતાના ફાર્મહાઉસમાં બહારથી માણસો બોલાવીને અહીં જુગાર રમાડતો હતો. તેની સાથે આ રેડ દરમિયાન રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને જસદણ સહિતના વિસ્તારોમાં થી આવી 18 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે. જ્યારે બે લોકો ફરાર થઇ જતા તેમની તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે મોનીટરીંગ સેલની ટીમ દ્વારા આ દરોડા પાડી 18 જુગારીઓને ઝડપી પાડી સ્થાનિક પોલીસને કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ દરોડામાં 12 પેકેટ ગંજીપાના, 15 લાખ રોકડા, 23 મોબાઈલ, 6 વાહનો સહિત કુલ રૂ. 94.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેના સિવાય મુખ્ય સંચાલક મહેન્દ્રસિંહ જાડેજાના કબજામાંથી બે વિદેશી દારૂની બોટલ તેમજ બે બીયરના ટીન પણ મળી આવતા પ્રોહીબીશનની અલગથી ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં પોલીસ દ્વારા મુખ્ય જુગાર ક્લબ સંચાલક મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, અવધેશ પ્રવિણભાઈ સુચક, હરેશભાઈ મંગાભાઈ સોલંકી, શુભમ મુકેશભાઈ ગોસ્વામી, રોનકભાઈ સુખરામભાઈ નિમાવત, ભાવેશ સુરેશભાઈ ઝીંઝુવાડીયા, સનદાભાઈ કાનાભાઈ રાદડીયા, સોહિલભાઈ ઈશાકભાઈ ડેલા, હસમુખભાઈ જમનાદાસ ટીલાવત, નીતિન બળદેવભાઈ પરમાર, કૃપાલસિંહ અભયસિંહ જાડેજા, જયંતિભાઈ રામાજીભાઈ ડોબરીયા, મુકેશભાઈ કરશનભાઈ ચુડાસમા, પોલાભાઈ અરજણભાઈ ચાવડા, કુલદીપસિંહ જલુભા, જયપાલસિંહ દાસુભા જાડેજા, રસીકભાઈ પોપટભાઈ રૂપારેલીયા અને દિનેશભાઈ કાનાજીભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.