Astrology

ઘરમાં આ દિશા એ ગણપતિજીની મૂર્તિ રાખવાથી ખુલશે કિસ્મત અને સફળતા આવશે આંગણે

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે સમગ્ર ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણપતિજીને ખૂબ જ માનવામાં આવે છે અને તેમનો તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી લોકો ઉજવતા હોય છે અને તેને ગણપતિના જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપણે ઘરમાં ગણપતિજીની મૂર્તિ અથવા તો ફોટો હોય તો તે મૂકવાથી ઘણા બધા વાસ્તુદોષ દૂર થાય છે અને આપણને ઘરમાં સુખ સમૃદ્ધિ મળે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે વાસ્તુશાસ્ત્રમાં દિશા ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને અલગ અલગ દિશાઓનું અલગ અલગ મહત્વ પણ જોવા મળે છે તેમજ વાસ્તુશાસ્ત્રમાં ગણપતિજીની મૂર્તિ રાખવાથી અથવા તો તેને સ્થાપિત કરવાના ઘણા બધા નિયમો હોય છે અને જો તે નિયમોનું આપણે પાલન કરીએ તો ગણપતિજીની કૃપા હંમેશા આપણી ઉપર રહે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘરના ઉત્તર અને પૂર્વ અથવા તો ઈશાન ખૂણામાં ગણપતિજીની મૂર્તિ રાખવી જોઈએ.

ગણપતિજીની મૂર્તિ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે તેથી ગણેશજીની મૂર્તિ ને હંમેશા ઈશાન ખૂણામાં મૂકવાથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં ઝઘડા થતા નથી તેમ જ ઘરમાં દરેક પરિવારના સભ્યો શાંતિથી રહે છે અને જે ઘરમાં ઈશાન ખૂણામાં ગણપતિજીની મૂર્તિ મૂકવામાં આવે છે તે લોકો ખૂબ જ સુખી જીવન જીવતા હોય છે અને આમ તમે તે મૂર્તિને મૂકીને સાચા મનથી તેમની પૂજા અર્ચના કરવી જોઈએ.

ગણપતિજીની મૂર્તિ લાવતા પહેલા હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેમની સૂંઢ જમણી બાજુની હોવી જોઈએ કારણ કે જમણી બાજુની શુભ માનવામાં આવે છે. અને તેવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને હકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરે છે.

આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દક્ષિણ દિશામાં ભૂલથી પણ ગણપતિજીની મૂર્તિને મૂકવી જોઈએ નહીં. અને તેની સાથે સાથે જે દિશામાં ગણપતિજીની મૂર્તિ મૂકવામાં આવે છે તે જગ્યાએ ક્યારેય કચરો કરવો જોઈએ નહીં અને તે જગ્યાને સ્વચ્છ અને સુદ્રઢ રાખવી જોઈએ.