ટોલ બૂથ સાથે અથડાતાં જ કારના ટુકડા થઈ ગયા, જુઓ આ ભયાનક વીડિયો
માર્ગ અકસ્માતના કિસ્સાઓ દરરોજ સામે આવતા રહે છે. મોટા ભાગના અકસ્માતો ઓવર સ્પીડના કારણે થાય છે. આ અકસ્માતોને રોકવા માટે રોડ પર સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા છે અને તેની સાથે અલગ-અલગ વાહનોની સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં ઘણી વખત લોકો પોતાની કારને વધુ ઝડપે ચલાવે છે અને તેઓ અકસ્માતનો ભોગ બને છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કાર વધુ સ્પીડના કારણે અકસ્માતનો ભોગ બને છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સામેથી આવી રહેલી એક ઝડપી કાર અચાનક ટોલ બૂથ સાથે અથડાય છે. કાર ટોલ બૂથ પર અથડાતાં જ તેના ઘણા ટુકડા થઈ જાય છે અને ઉડતી કાર બીજી તરફ જાય છે. વાહનની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અકસ્માત થતાં જ તેમાં આગ લાગી જાય છે. આનો વિડીયો ખુબ જ ભયાનક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના સમયે કાર 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. આ ઘટના ચીલીના ઓસોર્નોથી પ્યુર્ટો મોન્ટને જોડતા રોડ પરના ટોલ બૂથ પર બની હતી. કારના ચાલકની ઓળખ 21 વર્ષીય ઉરિયા ડિયાઝ તરીકે થઈ હતી, તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના 2 માર્ચ 2023ની જણાવવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર @Idiots Caught In Camera નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો લખાયો ત્યાં સુધી 37 હજારથી વધુ લોકોએ તેને જોયો છે અને 600 લોકોએ તેને લાઈક પણ કર્યો છે.
— Idiots Caught In Camera (@idiotsInCamera) August 8, 2023