કામરેજના વાવ ગામમાં કાર ચાલકે બાઈકસવાર બે લોકો અને એક રાહદારીને અડફેટે લીધા, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ..
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત કામરેજનાં વાવ ગામથી સામે આવ્યો છે.
જાણકારી મુજબ, કામરેજનાં વાવ ગામના સુર્યદર્શન સોસાયટીના બાઇક સવારને કારચાલક દ્વારા અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત પરિવારજનો સહિત સોસાયટીના લોકો દ્વારા કારચાલક વિરુધ કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, કામરેજ પોલીસની હદમાં આવેલ વાવ ગામમાં સુર્યદર્શન સોસાયટીમાં રહેનાર યુવક બાઇક પર પાછળ મિત્રને બેસાડીને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ચંદ્રદર્શન સોસાયટીનાં ગેટ નજીક ફૂલ ઝડપે આવી રહેલી કારના ચાલક દ્વારા બાઇક ચાલક તેમજ અન્ય એક રાહદારી મળી કુલ ત્રણ જણાને અડફેટમાં લેવામાં આવ્યા હતા. તેના લીધે ત્રણેય વ્યક્તિને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે સિમાડા ખાતે આવેલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
તેમ છતાં અકસ્માત સર્જી કાર ચાલક નાસી જતા બાઇક ચાલક ઇજાગ્રસ્તો કપીલ વીનુભાઇ વઘાસીયા તેમજ સતીષ મનસુખ સીરોયાનાં પરીવારજનો દ્વારા કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં સોસાયટીના અન્ય સભ્યો સાથે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. તેની સાથે કાર ચાલક સામે ગુનો દાખલ કરવા માટે રજૂઆત કરાઈ હતી.