CBSE બોર્ડે શાળામાં અવારનવાર રજા પાડનાર વિદ્યાર્થીઓને લઈને લીધો મોટો નિર્ણય
રાજ્યભરમાં સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અવારનવાર રજા પાડતા વિદ્યાર્થીઓને લઈને સીબીએસઈ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત સીબીએસઈ દ્વારા એક મહત્વનો પરીપત્ર પણ જાહેર કરાયો છે. આ પરિપત્ર અનુસાર, 75 ટકા હાજરી હશે તો જ સીબીએસઈ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે. તેની સાથે વધુ રજા પાડી હોય તો તે બાબતામાં વિદ્યાર્થીઓએ પુરાવા પણ આપવા પડશે.
સીબીએસઈ બોર્ડની પરીક્ષાના આધારે સ્કૂલો માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ, ધો. 10 અને 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સ્કૂલમાં ઓછામાં ઓછી 75 ટકા હાજરી હોવી ફરજિયાત કરવામાં આવી છે. તેની સાથે હાજરી ઓછી હશે તો બોર્ડની પરીક્ષામાં બેસવા દેવાશે નહીં.
તેની સાથે બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓની હાજરી પૂરી નહીં હોય અથવા તો 75 ટકાથી ઓછી હશે તેવા વિદ્યાર્થીને ઓછી હાજરીનું કારણ દર્શાવવામાં પડશે. તેની સાથે હાજરી કયા કારણોસર વિદ્યાર્થીની ઓછી છે તે જોવા પડશે. તેમ છતાં જો શાળાઓ દ્વારા આ સુચનાનું પાલન કરવામાં આવશે નહીં તો તેના સામે બોર્ડ દ્વારા સખ્ત પગલા ભરવામાં આવશે. તેની સાથે આ બાબતમાં નાણાકીય દંડ અથવા શાળામાંથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે.