ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, જામનગરમાં ધ્રોલની એક બાળકીનું મૃત્યુ
જામનગર શહેર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સતત રોગચાળો વધ્યો છે. તેની સાથે ચાંદીપુરા વાયરસનો કહેર પણ યથાવત રહેલો છે. એવામાં આજે ધ્રોલની એક બાળકીનું ચાંદીપુરા શંકાસ્પદ વાયરસના લીધે મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેની સાથે જીજી હોસ્પિટલમાં હાલ દર્દીઓથી ભરાઈ ગયેલ છે.
તમને જણાવી દઈએ કે, જામનગરમાં છેલ્લા એક મહિનામાં જામનગર જિલ્લામાં કુલ 14 ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેશો જોવા મળ્યા છે. જેમાં અત્યાર સુધી આઠ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. જયારે આજે ધ્રોલ તાલુકા ની એક બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ બાબતમાં જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના સુપ્રિટેન્ડ દીપક તિવારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગરમાં સમગ્ર અકે મહિના દરમિયાન ચાંદીપુરા વાયરસ ના ફુલ 14 કેસ આવ્યા હતા. જેમાંના ઘણા શંકાસ્પદ કેસ પણ રહેલા હતા જેમાં આઠ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે બે દર્દીઓ હાલ સારવાર હેઠળ રહેલા છે. જેમાં એકની હાલત ખરાબ રહેલી છે. તેની સાથે તેમને જણાવ્યું છે કે, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ સામે સારવાર આપવા માટેની તજજ્ઞોની ટીમ તેમજ અધતન ટેક્નોલોજીના સાધનો ઉપલબ્ધ રહેલા છે.