રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, સુરતમાં પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ નો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. જ્યારે હવે સુરતમાં પણ ચાંદીપુરા વાયરસ નો કેસ સામે આવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં રહેનાર 12 વર્ષની બાળકી માં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો જોવા મળતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી છે. એવામાં સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે.
જાણકારી અનુસાર, રાજ્યમાં ચાંદીપુરા વાયરસ નો કહેર વધતો જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લામાં ઘણા બાળકો સંક્રમિત જોવા મળી રહ્યા છે. આ વાઈરસના ફેલાવવા માટે સેન્ડ ફ્લાય (માખી) જવાબદાર રહેલી છે. એવામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા થી સંક્રમિત થતા દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરાયો છે. ત્યારે શહેરના સચિન વિસ્તારમાં રહેનાર 12 વર્ષીય બાળકી ને તાવમાં ખેંચ આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેમ છતાં ત્યાંથી શનિવારના એટલે કે, 20 મી જુલાઈ ના વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.
જ્યારે આ બાળકી માં ચાંદીપુરા વાયરસ ના લક્ષણો જોવા મળતા તેના સેમ્પલને ગાંધીનગર અને પુના ખાતેની લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં આ શંકાસ્પદ ચાંદીપુરા પ્રથમ કેસ સામે આવ્યો છે. તેના લીધે આરોગ્યતંત્ર એક્શન મોડ પર આવી ગયું છે. આ સિવાય જણાવી દઈએ કે, ગુજરાતમાં ચાંદીપુરા ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીપુરા વાયરસ ના કુલ કેસની સંખ્યા વધીને 73 પહોંચી છે અને મૃત્યુઆંક વધીને 27 પહોંચ્યો છે.