GujaratAhmedabad

‘ચાર-ચાર બંગડીવાળા’ ગીતે કિંજલ દવેની મુશ્કેલી વધારી, હાઈકોર્ટે લીધો આ મોટો નિર્ણય

ગાયક કલાકાર કિંજલ દવેની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ચાર-ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવે ફરી વિવાદમાં ફસાઈ છે. કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટ દ્વારા આ ગીત પર સ્ટે લંબાવવામાં આવ્યો છે. કિંજલ દવે 26 માર્ચ સુધીના ચાર-ચાર બંગડી ગીત હવે ગાય શકશે નહીં. રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટ નાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા કોપીરાઈટનો દાવો કરતી અરજી ફગાવી દેવામાં આવી હતી. હાઇકોર્ટમાં અપીલ બાદ કોર્ટ દ્વારા કિંજલ દવેને જાહેર માં ગીત ગાવા પર રોક લગાવી દીધી હતી. 26 માર્ચના આ અંગે વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે.

લોકગાયિકા કિંજલ દવે નું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળુ ગીત જ્યારથી હિટ થયેલ છે ત્યારથી કોપીરાઇટ કેસમાં ફસાયેલ છે. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં ચડી ગયો છે. જેમાં આજે ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવે ને પર સ્ટે લગાવવામાં આવ્યો છે.

આ અગાઉ સિવિલ કોર્ટ દ્વારા કિંજલ દવે ને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટ દ્વારા અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે લંબાવવામાં આવ્યો છે. કિંજલ દવે ને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપની એ અમદાવાદ સિટી સિવિલ કોર્ટ માંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટ નો કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો, પરંતુ અરજદાર ગીત ના કોપીરાઈટ હોવાનું પુરવાર કરી શક્યા નહોતા. કિંજલ દવ દ્વારા આ કેસ જીતી ગઈ હતી. ત્યાર બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપની દ્વારા હાઇકોર્ટ માં પડકારવામાં આવ્યો હતો અને ત્યાં અરજી કરવામાં આવતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લગાવી દેવામાં આવ્યો હતો.