એલર્ટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના વાયરસને લઈને આપ્યું મોટું નિવેદન
દુનિયાભરમાં કોરોના નો કહેર ફરી મંડરાઈ રહ્યો છે. કેમ કે, ચીનમાં ફરી એક વખત કોરોનાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેના લીધે ભારત સરકાર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન અને સુચના મુજબ ગુજરાત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જ્યારે તમને જણાવી દઈએ કે, અઢી વર્ષ અગાઉ ચીનના વુહાનથી નીકળેલા આ જીવલેણ વાયરસ ના લીધે દુનિયાભરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોરોના વાયરસના મુદ્દે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. એક કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તકેદારી રાખીએ અને માસ્ક પહેરીએ પછી હેરાન થવું ના પડે. મુખ્યમંત્રી દ્વારા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, અહીં તમે કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા છો તે ખુબ જ સારી બાબત રહેલ છે અને તમને જોઈને હવે મારે પણ માસ્ક પહેરવું પડશે.
મહત્વની વાત છે કે, અમદાવાદ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોરોના વાયરસથી સાવચેત રહેવાનું જણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં મંચ ઉપરથી જણાવવામાં આવ્યું છે કે, કોરોના ફરી પરત આવી ગયો છે. આપણે માસ્ક પહેરીશું તો ઓછા હેરાન થવું પડશે. આ સાથે જ જણાવ્યું હતું કે, અહીં કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા છે. મારે હવે માસ્ક પહેરી લેવું પડશે.
તેની સાથે ચીન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે મોટો નિર્ણય લેવાયો છે. દેશમાં કટોકટી ના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાકની રસીની મંજૂર કરાઈ છે. તેને બૂસ્ટર ડોઝ તરીકે લાગુ કરી શકાય છે. નિર્ણય મુજબ નાકની રસી પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે. ભારત સરકારની મંજૂરી બાદ આજથી કો-વિન પોર્ટલમાં અનુનાસિક રસીને સામેલ કરાશે.