India

‘માસી મમ્મી લટકી રહી છે અને પપ્પા બેઠા છે.’ બાળકના મોઢે વાત સાંભળીને ચોંકી ગઈ માસી

આજે ભગવાનને એક પ્રાર્થના કરીએ જેવું આ બાળક સાથે થયું એ બાળકને જેવી રીતે ફોન પર વાત કરવી પડી એવું કોઈ બીજા બાળક સાથે થાય નહિ. આ નાનકડા બાળકના મોઢે વાત સાંભળીને તેની માસીના પગ નીચેથી જમીન ખસી ગઈ. એક એવી ઘટના આ બાળક સાથે બની કે તે જોઈને કોઈના પણ રૂંવાડા ઊંચા થઇ જાય.

અલવરની શિવ કોલોનીમાં રહેતી કિરણને તેની બહેન અવારનવાર ફોન કરતી હતી. બંને વચ્ચે લાંબી વાતો થઈ. આ વખતે કિરણને તેની બહેને ફોન કર્યો ત્યારે કિરણને બદલે તેના 5 વર્ષના માસૂમ પુત્રએ ફોન ઉપાડ્યો હતો. જ્યારે તેની માસીએ આ માસૂમને પૂછ્યું કે મા ક્યાં છે તો આ બાળકે માસૂમ જવાબ આપ્યો – મમ્મી લટકી રહી છે, પાપા બેઠા છે.

માસુમ બાળકના મોઢે આ વાત સાંભળીને તે બહેને તરત જ તેના પિતાને ફોન કર્યો. કિરણના પિયરવાળા પહોંચ્યા તો ખબર પડે છે કે કિરણે ફાંસી પર લટકી રહી હતી. મહિલાએ પોતાના 5 વર્ષના બાળકની સામે ફાંસી પર લટકેલી હતી. ચાલો તમને જણાવીએ શું છે આ આખી ઘટના.
 
કિરણ દહેજની માંગને લઈને ખૂબ જ પરેશાન રહેતી હતી. આ તકલીફથી કંટાળીને તેણે મોતને ભેટી. કિરણના શિક્ષક પિતા કંવરચંદ, જે નિકચ, રામગઢના રહેવાસી છે,એ જણાવ્યું કે વર્ષ 2017માં તેણે પોતાની પુત્રી કિરણના લગ્ન અલવર શહેરના શિવ કોલોનીમાં રહેતા ઉમેશ સાથે કર્યા હતા. ઉમેશ એસી મિકેનિક છે. ત્યારે લગ્નમાં સાડા 12 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પુત્રીને દોઢસો ગ્રામ સોનાના દાગીના અને અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી. પરંતુ જમાઈએ થોડા દિવસ પછી જ કારની માંગણી શરૂ કરી દીધી. તે તેની પત્નીને હેરાન કરતો હતો.

કંવરચંદે જણાવ્યું કે સોમવારે તેમની બીજી દીકરીએ કિરણને ફોન કર્યો હતો. ત્યારે કિરણના 5 વર્ષના પુત્રએ કહ્યું કે માતા લટકી રહી છે. સાંભળવામાં જરા વિચિત્ર લાગ્યું એટલે બીજી દીકરીએ મને આ વિશે જાણ કરી. આ પછી પરિવાર અલવર માટે રવાના થયો હતો. સંબંધીઓએ આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. આ મામલે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તે તમને આગળ જણાવશે.

પોલીસે પિયરવાળા પાસેથી રિપોર્ટ લઈને કેસ નોંધ્યો છે, પોસ્ટમોર્ટમ પછી દેહને પરિવારને સોંપવામાં આવશે. પોલીસે જણાવ્યું છે કે સાસરીના લોકો ભાગી ગયા છે. તેમની શોધખોળ ચાલી રહી છે. જલ્દી જ આ કેસની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હત્યા અથવા આત્મહત્યા બધી બાબત ચેક કરીને તપાસ કરી રહી છે. આ ઘટનાનો સૌથી દુઃખદ બાબત એ છે કે કિરણ પોતાના બે માસુમ બાળકોને છોડી દીધા છે. માતા વગર આ બંને બાળકોનું જીવન હમણાં અંધકારમાં ચાલ્યું ગયું છે.