Gujarat

ચુંદડીવાળા માતાજીને અપાઈ સમાધિ, ફોટોમાં કરો અંતિમ દર્શન..

ગુજરાતના પ્રખ્યાત 90 વર્ષીય યોગી પ્રહલાદ જાની કે જે ચુંદડીવાળા માતાજીના નામથી જાણીતા હતા તેમનું નું મંગળવારે સવારે ગાંધીનગર જિલ્લાના તેમના ગામ ચરાડામાં નિધન થયું હતું.તમને જણાવી દઈએ કે તેઓ 76 વર્ષથી પણ વધુ સમયથી ખોરાક લીધા વિના ટકી રહેવાના તેમના દાવા માટે જાણીતા હતા. ગુજરાતમાં મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ હતા.

તમને જણાવી દઈએ કે જગ એવા પ્રખ્યાત અંબાજીના ચુદંડીવાળા માતાજી તરીકે જાણીતા પ્રહલાદ જાનીને આજે સવારે 8.15 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપવામાં આવી હતી.અહી ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે 2.45 વાગ્યેની આસપાસ તેમનું નિધન તહયું હતું. ત્યારબાદ 26 અને 27 તારીખે માતાજીના પાર્થિવ દેહને ભક્તોના દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.અને છેવટે તેમને સમાધિ આપવામાં આવી હતી.

આ દરમિયાન તમને જણાવી દઈએ કે અત્યારે કોરોનાની મહામારીના પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાતપણે છે.જેને લઈને ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર જ માતાજીના સમાધિ કાર્યક્રમમાં ભક્તો માટે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ચુંદડીવાળા માતાજી જે જગ્યાએ બિરાજમાન રહેતા હતા, ત્યાં જ ગાદી પાસે 8 ફૂટ ઊંડા ખાડામાં માતાજીને બેસાડીને તેમના પર મીઠું નાખવામાં આવ્યું હતું.અહી ઉલ્લેખનીય છે તેમના પરિવારના સભ્યો અને ત્યાંના આશ્રમના સંચાલકો દ્વારા મીઠું નાખી તેમને આખરે સમાધિ આપવામાં આવી હતી.