ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા અમદાવાદ તથા ગાંધીનગરમાં ચાલતી હોટલ અને સ્પા સેન્ટરોમાં દરોડા પાડીને દેહવ્યાપાર ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા કુલ ૩૫ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 14 થી વધુ વિદેશી યુવતીઓ મળી હતી. જેમાં ટ્રાન્સજેન્ડર તથા સી-મેઈલ સામેલ છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની હોટલ તથા સ્પા સેન્ટરોમાં દરોડા પાડીને કુલ 22 જેટલા ગુના દાખલ કરીને 42 લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે.
તેની સાથે જાણકારી મળી છે કે, મોટાભાગની વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા અને વિઝીટર વિઝા પર ભારત દેશમાં આવેલી હતી. જ્યારે આ બંને વિઝા પર આવેલા વિદેશી નાગરિકને ભારત દેશમાં કામ કરવાની મંજુરી પ્રાપ્ત થતી નથી. તે કારણોસર દેહવ્યાપરનો વ્યવસાય કરતી ઝડપાયેલી વિદેશી યુવતીઓ વિરુદ્ધ ધ-ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને અટકાયત કરવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ અને ગાંધીનગરની પ્રખ્યાત હોટલ તથા સ્પા સેન્ટરોમાં સીઆઈડી ક્રાઈમની અલગ-અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દેહવ્યાપારના ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઈમ દ્વારા અમદાવાદની હોટલોમાં ફીલીપાઈન્સ, યુગાન્ડા, થાઈલેન્ડ, ઉઝબેકિસ્તાન, તઝબેકિસ્તાન અને રશિયા વિદેશી મહિલાઓ દેહવ્યાપાર કરતી હોવાની જાણકારી સામે આવી છે. જયારે ૩૫ જેટલી ભારતીય મહિલા તથા યુવતીઓ જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મિઝોરમની રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ તમામ યુવતીઓ અને મહિલાઓ સ્પા સેન્ટર તથા હોટલોમાં દેહ વ્યાપારનો ગોરખધંધો કરતી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડતા પહેલા ડમી ગ્રાહક મોકલીને તપાસ કરવામાં આવી હતી.
સીઆઈડી ક્રાઈમના દરોડા દરમિયાન કેટલીક જાણકારી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, વિદેશી યુવતીઓનું આ રેકેટ કોઈ ચોક્કસ એપ્લીકેશન દ્વારા કરવામાં આવતું હતું. જેમાં ગ્રાહક દ્વારા એપ્લીકેશન મારફતે વિદેશી મહિલાની પસંદગી કરવામાં આવે છે ત્યારબાદ રૂપિયાની ચુકવણી કર્યા બાદ જેતે હોટલમાં વિદેશી યુવતી પહોંચી જાય છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં વિદેશી મહિલાઓ પ્રખ્યાત હોટલમાં 10 થી 15 દિવસ માટે રૂમ રાખીને રહેતી પણ હતી.