GujaratSouth GujaratSurat

સુરતમાં માં CISF જવાનની પત્ની પર તેના જ મિત્રએ દુષ્કર્મ આચર્યુ, આરોપી યુવકની ધરપકડ

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જ્યારે આવી જ એક ઘટના સુરત શહેરથી સામે આવી છે. સુરતના વેસુમાં રહેનાર સીઆઇએસએફના કોન્સ્ટેબલની પત્ની પર પાડોશમાં રહેનાર સીએસએફઆઈના કોન્સ્ટેબલ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પતિ નાઈટ શિફ્ટમાં નોકરી કરવા ગયો હતો  તે સમયે પરિણીતા પર પાડોશમાં રહેનાર સીએસએફઆઈના કોન્સ્ટેબલ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલામાં પોલીસ ફરિયાદ થતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના વેસુમાં રહેનાર સીઆઇએસએફનો કોન્સ્ટેબલ ગુરુવાર રાત્રીના નાઈટ શિફ્ટ પૂરી કરીને ઘરે પહોંચ્યો હતો. તે સમયે તેની પત્ની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સવારના સમયે પડોશમાં રહેનાર અને તેનો હમવતની યુવક સુનિલકુમાર વેદ પ્રકાશ ઘરમાં આવી ગયો અને તેના દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા દ્વારા બૂમા બુમ કરવામાં આવતા યુવક દ્વારા પેટમાં અને કમરના ભાગમાં માર મારવામાં આવ્યો હતો.

ઘટનાને લઈને તમને જણાવી દઈએ કે, 24 મેના તારીખના રોજ પાંચ વાગ્યે ઘરમાં આવી ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની જાણકારી સામે આવી હતી. પત્નીની આવી ફરિયાદ સાંભળીને પતિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કારણ કે તેનો પતિ સુરત સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. જ્યારે દુષ્કર્મ આચરનાર પત્નીનો હમવતની અને કોન્સ્ટેબલનો મિત્ર સુનિલકુમાર વેદ પ્રકાશ રહેલો હતો. તેમ છતાં આ પરણીતાનો હમ વતની હોવાના લીધે આ યુવક સુરત આવ્યો હતો. ત્યાર બાદ પોતાના ઘરે જમાડ્યો પણ હતો. તે દિવસથી પરિણીતા પર તેની દાનત બગડી હતી અને પોતાની હવસ સંતોષવા માટે પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.