GujaratSaurashtraSurendranagar

સુરેન્દ્રનગરમાં જમીન મામલે જુથ અથડામણ હત્યામાં ફેરવાઈ, બે લોકોના સારવાર દરમ્યાન મોત

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને સતત જાણકારી સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક બાબત સુરેન્દ્રનગર જિલ્લાથી સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામમાં જમીન બાબત જૂથ અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. જયારે આ અથડામણમાં બે વ્યકિતના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટના બાદ સમઢીયાળા ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામમાં ગઈકાલ રાત્રીના જમીન મુદ્દે બે અલગ-અલગ જ્ઞાતિના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. એવામાં બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને જૂથ સામ-સામે આવી ગયા હતા. મોડી રાત્રીના બંને જૂથો દ્વારાતલવાર અને ધારિયા જેવા હથિયારો વડે સામ-સામે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના સર્જાતા જ ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.

જયારે આ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા 7 થી વધુ લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સુરેન્દ્રનગર સી. યુ. શાહ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાર સારવાર દરમિયાન પ્રેમજી પરમાર અને મનુ પરમાર નામના આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ છે. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે. આ ઘટના બનતા પોલીસ દ્વારા સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે.