GujaratSaurashtra

હાર્ટએટેકથી મોત? અમરેલીની શાળામાં 9મા ધોરણની વિદ્યાર્થીની ક્લાસમાં પડી ગઈ, હોસ્પિટલ પહોંચે એ પહેલા મોત

અમરેલી શહેરમાં પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું છે. ધોરણ 9ની આ વિદ્યાર્થિની ક્લાસમાં પ્રવેશતાની સાથે જ જમીન પર પડી ગઈ હતી. સ્કૂલ મેનેજમેન્ટ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં હૃદયરોગના હુમલાથી મોત થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે તેવું તબીબોનું કહેવું છે.

આ પણ વાંચો: હાઇવે પરથી બસ રેલવે ટ્રેક પર પડી, ચારનાં મોત, 27 ઘાયલ

અમરેલીના શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સાક્ષી રોજાસરાની પરીક્ષા ચાલી રહી હતી. તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પ્રવેશી રહ્યા હતા. આ દરમિયાન સાક્ષી અચાનક બેભાન થઈ ગઈ. અન્ય વિદ્યાર્થીઓ તેની મદદ કરી અને શાળાના સ્ટાફને જાણ કરી. લગભગ 10 મિનિટમાં સાક્ષીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.

આ પણ વાંચો: ડેન્ગ્યુનું સૌથી ઘાતક સ્વરૂપ બહાર આવ્યું! તમારા મગજને નષ્ટ કરી શકે છે

ડો.યાદવે જણાવ્યું હતું કે સાક્ષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. જો પોસ્ટમોર્ટમ દરમિયાન હૃદયમાં કોઈ શંકા જણાય તો ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે. આ પછી મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. જો કે, આ રીતે થતા મોટાભાગના મૃત્યુ હૃદય ફેલ થવાના કારણે થાય છે.

આ પણ વાંચો: મહિલા અધિકારી ઘરે એકલી હતી, હુમલાખોરો ઘરમાં પ્રવેશ્યા અને હત્યા કરી દીધી