Gujarat

હવામાન વિભાગની આગાહી : જાણીલો આ તારીખથી ગુજરાતમાં થશે વરસાદની શરૂઆત….

રાજ્યમાં વરસાદ ક્યારે આવશે ને ક્યારે કેવું મોસમ રહેશે એ અંગે હવામાન વિભાગ અવારનવાર આગાહી કરતું હોય છે.આ વખતે પણ આગાહી કરી છે .આ આ આગાહી એ ખેડૂતો માટે સારા સમાચાર છે આગાહી મુજબ ગુજરાત માં ચોમાસું રાજ્યમાં દરવખત કરતા થોડું વહેલા આવશે.તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્રારા ગુજરાતમાં ચોમાસું ક્યારથી બેસશે અને ક્યાં સુધી રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના ડિરેકટર એવા જયંત સરકારે વરસાદની આગાહીને લઈને જણાવ્યું હતું કે દેશમાં કેરળ ખાતેથી સંભવિત તારીખ 5 જૂનથી ચોમાસાનું આગમન થશે, જેના સંભવિત 15થી 20 દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થશે. જયંત સરકારે જણાવ્યું એ અનુસાર તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96થી 104 ટકા જેટલો વરસાદ થવાની પ્રબળ સંભાવના છે. તો સાથે સાથે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એવા પંકજ કુમારે સંભવિત વરસાદની પરિસ્થિતિમાં પુર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ સુરક્ષાઓની તૈયારીઓ અને સાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

અહી ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રિ-મોન્સુનની તૈયારી માટેની એક મહત્વની બેઠક યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે આ બેઠકમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનની માહિતીઓને જારી કરવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી એ મુજબ દેશમાં સૌપ્રથમ ચોમાસાનું આગમન 5 જૂને કેરળમાં થશે. જેના 15થી 20 દિવસ બાદ એટલે કે 20 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે છે. તો આ જ દરમિયાન ત્યાના મુખ્ય સચિવ અનિલ મુકીમે પણ જણાવ્યું હતું કે જણાવ્યું કે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પુર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કિટ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગ સહિતના નિયમોનું પાલન કરવું પડશે.