Gujarat

CM રૂપાણીએ કરી ‘હું પણ કોરોના વોરિયર’ સપ્તાહની જાહેરાત, સાથે લોકોને કરી ખાસ અપીલ..

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે,સરકાર પણ પોતાના થી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે.આને પગલે સમગ્ર રાજ્યભરમાં લગભગ છેલ્લા બે મહિનાથી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.અહી ઉલ્લેખનીય છે અત્યાર સુધી લોકડાઉન ૩ ચાલી રહ્યું હતું અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી લોકડાઉન ૪ ની શરૂઆત પણ થઈ ગઈ છે. આશા હતી કે લોકડાઉન વધારવાથી દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થશે પરંતુ આ લોકડાઉન થી તો એની વિપરીત જ અસર થઇ છે.કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા અને બીજી બાજુ લોકોના નોકરી ધંધા પડીં ભાંગ્યા છે.

આરોગ્ય વિભાગે આપેલા આંકડા મુજબ રાજ્યમાં કુલ 12141 દર્દી છે, 719 દર્દીઓના મોત થયા છે અને 5043 દર્દી સાજા થયા છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનની મહામારી વચ્ચે આજે લાઈવ આવીને ગુજરાતમાં ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે શરૂઆત કરી છે.એમના જણાવ્યા મુજબ આ અભિયાન 1 અઠવાડિયા સુધી ચાલવાનું છે. આ તકે તેમણે જણાવ્યું છે કે, વર્ષો પછી આ મહામારી આવી છે. લોકડાઉનમાં જીવન અઘરું હતું. સરકારે પણ પોતાની તમામ તાકાત લગાવી દીધી. લોકડાઉન દરમિયાન છેવાડાના માનવી સુધી સરકાર ધ્વારા અનાજ પહોંચાડવામાં આવ્યું છે. એક જ મહિનામાં ચાર ચાર વખત સરકાર ધ્વારા અનાજ આપવામાં આવ્યું છે.તેમણે એવું પણ ઉમેર્યુ તું કે 8 લાખથી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા પણ સરકાર ધ્વારા કરવામાં આવી છે. 2 મહિના પછી નિયમોને આધિન લોકડાઉનમાં હળવી છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વની બની જાય છે. અત્યારસુધી ઘરમાં હતા એટલે સુરક્ષિત હતા. હવે કોરોનાની સાથે આપણે જીવન જીવવાનું છે અને કોરોનાની સામે પૂરા જોશ સાથે લડવાનું છે.

આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો એક મહત્વનો કાર્યક્રમ છે. આ માટે જ સરકાર ધ્વારા 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી જ કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા પણ વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવાનું ચાલુ કરવામાં આવશે. એમાં સરકાર ધ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જરૂરિયાતવાળા લોકોને કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.

અહી ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4માં રાજ્ય સરકારે કેટલીક મહત્વની છૂટછાટ આપી છે. ત્યારે એસટી બસને પણ તેમાં અમદાવાદ અને સુરત સિવાયના અન્ય મોટાભાગના જિલ્લાઓમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ મામલે એસટીએ જણાવ્યું છે કે,બુધવાર સવારથી જ સમગ્ર રાજ્યમાં એસટી બસ ચાલુ કરી દેવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસઑ સેવા ચાલુ રહેશે.એ પછી બસ સેવા બંધ રહેશે.અહી ઉલ્લેખનીય છે કે પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે. અહી ઉમેરવામાં આવ્યું હતું કે હાલ અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સેવા શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગાંધીનગરથી અમદાવાદ અને આંતરરાજ્ય બસ સેવા સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 જ મુસાફરો મુસાફરી કરી શકશે.