હાર્ટ એટેકથી મોતની આશંકા : સુરતમાં કોલેજીયન યુવકને અચાનક પીઠમાં દુઃખાવો ઉપડ્યો, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ જીવ ચાલ્યો ગયો
સુરતમાં ૨૦ વર્ષીય કોલેજીયન યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાણકારી મુજબ, કોલેજીયન યુવકને અચાનક પીઠમાં દુઃખાવો ઉપડતા બાદ તેને ગભરામણ થવા લાગી હતી. તેના લીધે પરિવાજનો દ્વારા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં હાલમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તમને જાણવી દઈએ કે, અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેનાર 20 વર્ષીય નિર્મલ કુમાર કનુ પટેલ પરિવાર સાથે રહી રહ્યો હતો. નિર્મલ પટેલ હાલમાં કોમર્સ કોલેજમાં બી. કોમના ત્રીજા વર્ષમાં ભણતો હતો. જ્યારે તેને એક ભાઈ છે. નિર્મલ આજે સવારના ઘરે રહેલો હતો તે સમયે અચાનક તેને પીઠમાં દુખાવો ઉપડવા લાગ્યો હતો. તેના લીધે પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબો દ્વારા નિર્મલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પુત્રના અચાનક મોતના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
ઘટનાની જાણકારી મળતા ઉમરા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ઉમરા પોલીસ દ્વારા નિર્મલના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સિવિલમાંથી મળી રહેલી જાણકારી મુજબ, મોતનું ચોક્કસ કારણ હાલમાં સ્પષ્ટ થયું નથી. તેમ છતાં હાર્ટ એટેકથી મોતને લઈને હાલ રહસ્યમય બનેલ છે. તેના લીધે પરીક્ષણ માટે જુદા જુદા સેમ્પલો લઈને મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.