SaurashtraGujaratJunagadh

જૂનાગઢમાં જાહેરમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના સહિત ત્રણ ઈસમો સામે ફરિયાદ

જુનાગઢથી એક મોટા જાણકારી સામે આવી છે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, નરસિંહ સ્કુલના મેદાન મા મુસ્લિમ સમાજની ધર્મસભા ભેગી થઈ હતી. જ્યારે આ ધર્મસભામાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ મૌલાના સહિત ત્રણ લોકો સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિ ના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં જુનાગઢ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, જૂનાગઢની નરસિંહ સ્કૂલના મેદાનમાં મુસ્લિમ સમાજની ધર્મસભાનું આયોજન કરાયું હતું. તેમ છતાં હવે આ ધર્મ સભા બાદ ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, નરસિંહ સ્કૂલના મેદાનમાં મળેલ મુસ્લિમ સમાજની ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરાયું હતું. તેના લીધે જુનાગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ મામલામાં જુનાગઢ પોલીસ દ્વારા મહંમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ લોકો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખવામાં આવી હતી. તેને લઈને આ તમામ સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિ ના ભંગ બદલ આરોપીઓ સામે IPC કલમ 153(2), 505(2), 188, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.