SaurashtraGujaratRajkot

રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નું મોટું નિવેદન

રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ માં તંત્રની દબાણની કામગીરીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકારને આડેહાથ લેવામાં આવી છે. તેમના દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવવામાં આવ્યું છે કે, તંત્ર દ્વારા નાના દબાણોને દૂર કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ મોટા માથાઓ સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.

જીગ્નેશ મેવાણી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. તેની સાથે રાજકોટ અગ્નિકાંડના પીડિતો અને ન્યાય માટે ગાંધીનગર સુધી કૂચ કરવામાં આવશે. સુરત, મોરબી અને વડોદરા ના પીડિતોને મળીને ગાંધીનગર કૂચ ની તારીખ જાહેર કરાશે.

તેની સાથે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકાર સાગઠિયા જેવી માછલી ને પકડીને મગરમચ્છો ને બચાવી રહી છે. સમગ્ર ઘટના ના જવાબદાર સાગઠિયાને ગણી સરકાર દ્વારા  ભાજપના મોટા નેતાઓને બનાવવામાં આવી રહ્યા છે. જીગ્નેશ મેવાણી દ્વારા ભાજપના એક પૂર્વ ધારાસભ્ય પર જેલમાં સાગઠિયાનો સંપર્ક કરીને ફોડવાની કોશિશ કરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.