BjpCongressGujaratPolitics

અબડાસાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમન સિંહે પક્ષ પલટો કરતા મહિલા કાર્યકરે બંગડીઓ આપીને વિરોધ કર્યો

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય નાટકો ચાલુ થઇ ગયા છે. ગઈકાલે કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપ્યા હતા અને આજે વધુ એક ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું છે.હવે કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે. હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેમ છે.ભાજપ દ્વારા 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જયારે કોંગ્રેસે 2 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે તો તેના ધારાસભ્યો ને જયપુર મોકલી દીધા છે.

ધારી ના ધારાસભ્ય જે.વી.કાકડીયા એ પણ રાજીનામુ આપ્યું છે ત્યારે તેમની પત્નીએ કહ્યું કે ભરતસિંહ સોલંકીએ જ ભાજપમાં જવાનું કહ્યું હતું.કચ્છમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો પક્ષ પલટો કરનારા પ્રદ્યુમનસિંહના નિવાસે પહોંચી અને વિરોધ કર્યો હતો.મહિલાઓએ બંગડીઓ આપીને ધારાસભ્યનો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસનો જૂથવાદ બહાર આવતા ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન જીતી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી. કાકડિયા, સોમા ગાંડા પટેલ, મંગળ ગાવિત અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામુ આપી દેતા હવે કોંગ્રેસે એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવું પડે તેમ છે.