
ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, આત્મહત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. જાણે પોલીસનો ડર ના હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. ત્યારે હાલમાં અમદાવાદમાં વધુ એક ગુનાખોરી નો બનાવ સામે આવ્યો છે.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તાર માંથી આ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ હત્યા પીવાના પાણીની બોટલ બાબતે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસે આ હત્યારાની ગણતરીના કલાકમાં જ ધરપકડ કરી લીધી હતી.
આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર આ આરોપીનું નામ મહેન્દ્ર પરમાર ઉર્ફે કાળું હોવાનું જણાવ્યું છે. આ આરોપી એક વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. પરંતુ તે પોલીસની ચાલબાજીથી વધુ દૂર ભાગી ન શક્યો અને પાંચ જ દિવસમાં પોલીસની પકડમાં આવી ગયો હતો. જો કે ધરપકડ બાદ આરોપીને હત્યાનું કારણ પૂછતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણે આરોપીએ એક મામૂલી એક નાનકડી વાતને લઈને આટલું મોટું પગલું ભર્યું હતું.
આ ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, આ હત્યાનો બનાવ 4 સપ્ટેમ્બરના રોજ વહેલી બન્યો હતો અને આ બનાવનો ફોન પોલીસને આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યાં જઈને તપાસ કરતા નગ્ન અને મોઢું છુંદેલું હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસની વધુ એક ટીમે આવીને મૃતક કોણ છે તેની તપાસ શરૂ કરી હતી. આ માટે પોલીસ ઘટના ના આસપાસનો સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકોને પણ પૂછપરછ કરી હતી.
આ તપાસમાં પોલીસને ઘટના ના બનાવના પાંચ સાક્ષીઓ મળી આવ્યા હતા. અને આ ઘટના તેમને રૂબરૂમાં જોઈ હતી. જેના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે મહેન્દ્ર પરમાર ઉર્ફે કાળુ છારા નામના આરોપીની ધરપકડ કરી લીધી તેની સાથે એક સગીર વયનો પણ યુવક આરોપી હોવાનું સામે આવતા બંનેની ઘરપકડ કરી લીધી હતી, બાદમાં તેમની પૂછરછ કરતા તેમની આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
જો કે પોલીસે હત્યાનું કારણ પૂછતાં આરોપીઓએ જણાવ્યું હતું કે, અમે બને અપનાઘર વિસ્તારમાં ઘુમ્મટમાં બેઠા હતા ત્યારે આ યુવક ત્યાં આવીને અમારી પાણી પીવાની બોટલ ફેંકી દીધી હતી જેના કારણે અમારો ઝગડો થયો હતો. જો કે આ ઝઘડાંએ ઉગ્ર રૂપ ધારણ કરતાં અમે બંને સાથે મળીને આ મૃતક યુવકના કપડા કાઢી દીધા હતા અને પેન્ટથી ગળેટૂંપો આપી દીધો હતો અને પછી માથાં પર પથ્થર મારી મારીને તેનું માથું છૂંદી નાખ્યું હતું. જો કે હાલમાં પોલીસે મૃતક યુવકના પરિવારની તપાસ હાથ ધરી છે.