ગુજરાત સાહત સમગ્ર દેશમાં કોરોના વાયરસ ખૂબ જ જડપથી પ્રસરી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદમા કોરોનાએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે અહી મોટી ચિંતાનું વિષય એ છે કે કોરોનાગ્રસ્ત માતાઓથી નવજાત બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયુ છે. મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કેઅમદાવાદમાં 172 કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓએ 44 જેટલા બાળકોને કોરોનાનું સંક્રમણ આપ્યુ છે. અહી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 4-4 લોકડાઉન આપ્યા છતાં પણ આટલી મોટી સંખ્યામાં નવજાત બાળકો કોરોના પોઝિટિવ આવતા હવે સરકારી કામ ઉપર મોટા સવાલો ઉઠી રહ્યા છે.
અહી ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો આંકડો હજી પણ દિવસે દિવસે વધી રહ્યો છે.કેસ ઓછા થવાનું નામ નથી લેતા ત્યારે હવે નવજાત બાળકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.તમને જણાવી દઈએ કે અમદાવાદની સિવિલ, SVP, સોલા, શારદાબેન અને LG હોસ્પિટલમાં કુલ 172 કોરોનાગ્રસ્ત મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો. અને અહી ચિંતાનો વિષય એ છે કે 172 કોરોનાગ્રસ્ત મહિલાઓમાંથી 44 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
અહી તમને જણાવી દઈએ કે આમાં વધુમાં વધુ મહિલાઓ 20 થી 30 વર્ષની ઉમમરની છે. અહી ખાસ મહત્વની વાત એ છે કે આ મહિલાઓ માં કોઈ પણ પ્રકારની બીમારી જોવા મળી નથી. અહી ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેર દરમિયાન છેલ્લા 2 માહિનામાં કુલ 90 મહિલાઓની ડિલિવરી થઈ છે. જેમાથી 30 ટકાથી ઓછા કેસમાં બાળકોની રિપોર્ટ પોસિટિવ આવશે.
સ્પેસિયલ SVP હોસ્પિટલની વાત કરીએ તો કોરોનાના કહેર વચ્ચે 70 જેટલી મહિલાઓની ડિલીવરી થઈ છે. જેમાંથી 15 ટકા જેટલી મહિલાઓના બાળકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અહી ઉલ્લેખનીય છે કે આ તમામ મહિલાઓને હાલ હોસ્પિટલમાંથી રજા અપાઈ. તો બીજી બાજુ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કહેર વચ્ચે 12 મહિલાઓની ડિલીવરી થઈ છે.અને મહત્વની અને રાહતની વાત એ છે કે આ હોસ્પિટલમાં એક પણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.