Corona VirusInternational

આવી જગ્યાએ કોરોના ના કેસ ખુબ ઝડપથી વધી રહયા છે

ઝિમ્બાબ્વે ના ચીટુંગવીજા ની વાયોલેટ મેન્યુએલે શેરીમાં અચાનક રસ્તા પર એક છોકરાને પાણી પાણી બોલતા સાંભળ્યો તો તે પોતાના સગા ના અંતિમ સંસ્કાર છોડીને પાણી લેવા દોડી ગઈ અને દૈનિક રાશન લેવા માટે એકઠા થયેલા લોકોની ભીડમાં સામેલ થઇ ગઇ. પોતાના ભાગનું 40 લીટર પાણી મળતા જ રાહતના શ્વાસ લેતા 71 વર્ષીય વાયલટે કહ્યું કે, સામાજિક અંતર અને અહીંયા? તેણીએ કહ્યું કે મને પાણી તો મળી ગયું પણ આશંકા વધી ગઈ એક મને બીમારી પણ મળી ગઈ છે.

આટલી મહેનત બાદ પણ તેને જે પાણી મળ્યું છે તે હાથ ધોવા માટે નહિ પણ વાસણ ધોવા તેમજ અન્ય કામ માટે છે.આના પરથી સ્પષ્ટ છે કે દુનિયાના જે વિસ્તારોમાં જ્યાં પાણી ની અછત છે ત્યાં સ્થિતિ અતિગંભીર છે.જ્યાં જીવન એક સંઘર્ષ બની ગયું છે ત્યાં કોરોના સામે કઈ રીતે લડી શકાય.

એક ચેરિટી ગ્રુપ વોટરએડ મુજબ, બ્રાઝીલ ના સ્થાનિક સમુદાય સહીત ઉત્તર યમન ના યુદ્ધ થી પ્રભાવિત લગભગ 300 કરોડ લોકો પાસે હાથ ધોવા માટે સાફ પાણી પણ નથી.કોરોના માટે વૈશ્વિક ફંડિંગ ફક્ત રસી અને ઇલાજ પર જ ખર્ચ થાય છે. છેલ્લા એક દસકા ના ગૃહ યુદ્ધે સીરિયા માં પાણી ના સ્ત્રોત ને ખુબ નુકસાન પહોચાડ્યું છે.લાખો લોકોને વૈકલ્પિક ઉપાયો નો સહારો લેવો પડે છે.

ઇદબિલમાં રહેતા ત્રણ બાળકોના પિતા યાસિર અબૂદ કહે છે કે, પોતાના પરિવાર ને કોરોનથી બચાવવા માટે તેઓ પહેલા કરતા 3 ગણું પાણી ખરીદવા લાગ્યા છે.તેઓ તેમજ પત્ની બેરોજગાર થઇ ગયા છે.પાણી ખરીદવા માટે કપડાં તેમજ ખાવાનો ખર્ચ પણ ઓછો કરવો પડે છે. બ્રાઝિલના મનોસમાં એક ગરીબ સ્થાનિક સમુદાય ના 300 પરિવારો એક ગંદા કુવામાંથી એક અઠવાડિયામાં 3 દિવસ પાણી મેળવે છે. નેનસા રીસ કહે છે કે પાણી અહીંયા સોના જેવું છે.