Corona VirusGujaratIndia

લોકડાઉનમાં 21 રાજ્યોને 97,100 કરોડ રૂપિયાનું નુકસાન, ગુજરાતમાં કેટલું નુકસાન જાણૉ

લોકડાઉન થવાને કારણે ઉદ્યોગપતિઓ સાથે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એપ્રિલમાં, 21 મોટા રાજ્યોએ સંયુક્ત રૂપે રૂ. 97,100 કરોડની આવક ગુમાવી છે. ઈન્ડિયા રેટીંગ્સ દ્વારા બુધવારના અહેવાલ મુજબ ઉડ્ડયન, પર્યટન, હોટલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે ઉત્પાદન, સપ્લાય-ચેઇન, બિઝનેસ અને અન્ય પ્રવૃત્તિઓ સંપૂર્ણરીતે ઠપ છે.જેના પગલે કેન્દ્ર અને રાજ્ય બંને કેશ મોરચા પર સંઘર્ષ કરી રહ્યા છે. જોકે, રાજ્યોમાં સમસ્યાઓ વધુ છે કારણ કે તેઓએ કોવિડ -19 રોગચાળા સાથે સંકળાયેલા ખર્ચા પણ ઉઠાવવા પડે છે.

અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલમાં રાજ્યોએ જીએસટીમાંથી 26,962 કરોડ, વેટમાંથી 17,895 કરોડ, એક્સાઈઝ ડ્યુટીમાંથી 13,785 કરોડ, સ્ટેમ્પ અને નોંધણી ડ્યુટીમાંથી 11,397 કરોડ, વાહન વેરામાંથી 6,055 કરોડ, વેરામાંથી 3,464 કરોડ અને વીજળી અને ગેરટેક્ષ પરના ડ્યુટી 17,595 કરોડની આવક કરવાની હતી જે થઇ નથી.તેમાં વધુમાં જણાવાયું છે કે આવતા અઠવાડિયે લોકડાઉન સંપૂર્ણપણે પૂર્ણ થવા પર બીજા ક્વાર્ટરની આર્થિક પ્રવૃત્તિ સામાન્ય રહેશે નહી.

લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો એવા છે કે જેમની કુલ આવકમાં તેમના સ્રોતથી વધુ આવકનો હિસ્સો છે. ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલંગાણાએ પોતાના સ્રોતમાંથી 65-76 ટકા કમાણી થાય છે.ગુજરાત 76 ટકા સાથે ટોચ પર છે, તેથી તેનો સૌથી વધુ નુકસાન થશે.

તેલંગાણાના 75.6 ટકા, હરિયાણાના 74.7 ટકા, કર્ણાટકના 71.4 ટકા, તમિળનાડુના 70.4ટકા, મહારાષ્ટ્રના 69.8 ટકા, કેરળના 69.6ટકા અને ગોવાના 66.9 ટકા સ્રોતો થી કમાણી થાય છે.તો આ અહેવાલ મુજબ ગુજરાતને સૌથી વધારે આર્થિક નુકસાનનો ભોગ બનવો પડ્યો છે.સમગ્ર દેશમાં આ આંકડો 97,100 કરોડ છે.