Corona VirusInternational

કોરોના ને કારણે અર્થવ્યવસ્થા બગડી તો આ મંત્રીએ આપઘાત કરી લીધો

કોરોના વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.હજારો લોકો કોરોના વાયરસના કારણે મોતને ભેટયા છે ત્યારે હવે કેટલાય દેશ ની અર્થવ્યવસ્થા પણ ભાંગી પડી છે.લોકડાઉન થવાથી મોટી મોટી કંપનીઓ પણ ઠપ્પ થઇ ગઈ છે ત્યારે હવે એક પ્રધાને આપઘાત કર્યાના સમાચાર આવી રહ્યા છે.જર્મનીના હેસ્સે સ્ટેટના વડાપ્રધાન વોલ્કર બૌફેરે કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે ઝડપથી ઘટતી અર્થવ્યવસ્થાથી ચિંતિત નાણા પ્રધાન થોમસ શેફરે આત્મહત્યા કરી છે.

54 વર્ષીય થોમસ શેફર શનિવારે રેલ્વે ટ્રેક નજીક મૃત હાલતમાં મળી આવ્યો હતો. વેસબેડેન પ્રોસીક્યુશન ઓફિસે કહ્યું કે તેઓ માને છે કે થોમસ શેફરે આત્મહત્યા કરી છે. વડા પ્રધાન વોલ્કર બાઉફરે પોતાના રેકોર્ડ કરેલા સંદેશમાં કહ્યું હતું કે, “અમે આઘાતમાં છીએ, અમે તેનો વિશ્વાસ કરી શકતા નથી અને આ બધી બાબતોથી અમે ખૂબ જ દુઃખી છીએ”.

નાણાં પ્રધાનના અકાળ મૃત્યુ પર વડા પ્રધાન વોલ્કર બૌફરે તેમને યાદ કરતાં કહ્યું કે શેફર છેલ્લા 10 વર્ષથી રાજ્યના આર્થિક વડા હતા અને કંપનીઓ અને કામદારોને રોગચાળાને લીધે થતાં આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે દિવસ રાત કામ કરી રહયા હતા.જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના નજીકના સહાયક વોલ્કરે કહ્યું, આજે આપણે સ્વીકારવું પડશે કે તે ખૂબ નિરાશ થઈ ગયા હતા. ખૂબ જ મુશ્કેલ સમય છે અને તેમના જેવા કોઈને લાવવું સરળ રહેશે નહીં.