Corona VirusGujarat

કોરોના અપડેટ: વધુ 7 કેસ નોંધાતા ગુજરાતમાં કુલ 188 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ

રાજ્યમાં કોરોના ના કેસ અટકવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે આજે વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં પાંચ અને ભાવનગરના સાંઢીયાવાડમાં બે અને અમદાવાદમાં બે નવાકેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કુલ 13 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ 188 કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યમાં કોરોના ને લીધે કુલ 16ના મોત થઈ ગયા છે. અમદાવાદમાં અત્યાર સુધીના 85 કેસ સામે આવ્યા છે. SVP હોસ્પિટલે રીલિઝ કરેલા હેલ્થ બુલેટિનમાં અમદાવાદના બે પોઝિટિવ કેસ ની વિગતો અપાઈ હતી જો કે આરોગ્ય અગર સચિવ જયંતિ રવિએ તે જાહેર કર્યું નથી.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે આજના 7 કેસમાંથી તમામ કેસ હોટસ્પોટમાં જ નોંધાયા છે. પાંચ નાગરિકો લોકલ પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ જણાવ્યું કે, નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા 127 લોકોની ઓળખ થઇ ગઇ છે. તે લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે.સોસાયટીના હોદ્દેદારો તંત્રને સહકાર આપે તેવી અપીલ કરાઈ છે.

શહેર મુજબ જો કોરોના ના કેસની વિગતો જોઈએ તો અમદાવાદમાં 85 કેસ,આણંદમાં 1 કેસ, ભાવનાગરમાં 18 કેસ, છોટા ઉદેપુરમાં 1 કેસ,ગાંધીનગરમાં 13 કેસ, ગીત-સોમનાથમાં 2 કેસ, જામનગરમાં 1 કેસમ કચ્છમાં 2 કેસ,મહેસાણામાં 2 કેસ, મોરબીમાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, પાટણમાં 5 કેસ, પોરબંદરમાં 3 કેસ, રાજકોટમાં 11 કેસ, સાબરકાંઠામાં 1 કેસ, સુરતમાં 23 કેસ અને વડોદરામાં 18 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના ને લીધે 5 લોકોના મોત થઇ ચુક્યા છે. ભાવનગરમાં 2, જામનગરમાં 1, પંચમહાલમાં 1,પાટણમાં 1, સુરતમાં 4 તેમજ વડોદરામાં 2 લોકોના મોત થયા છે. આમ ગુજરાતમાં કુલ 186 કેસ, 16 લોકોના મોત અને 25 લોકો ને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.