Corona VirusIndia

ભારતમાં કોરોના ને માત આપી: બ્રિટિશ નાગરિકે કહ્યું, આવો ઈલાજ તો UK માં પણ ના થાય

દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે. શનિવાર સાંજ સુધી કોરોના ના 306 કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં એવા 50 લોકો પણ છે જેમને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે

પઠાણમિથિટા રહેવાસી વૃદ્ધ દંપતી પણ સાજા થયા છે.. કેરળમાં 7 વિદેશી નાગરિકોને પણ કોરોના પોઝિટિવ જણાતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 57 વર્ષીય બ્રિટીશ નાગરિક બ્રાયન લોકવુડનો સમાવેશ થાય છે.બ્રાયન તેની પત્ની સાથે 18 લોકો સાથે કેરળ પ્રવાસ પર આવ્યો હતો. દુબઈની ફ્લાઇટ પકડતા પહેલા બ્રાયનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બ્રાયનને અઠવાડિયાની સારવાર બાદ કલામસેરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

બ્રાયને એક ચેનલના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કોટ્ટાયમમાં તાવ હોવાને કારણે મેં થોડા દિવસો પહેલા કોવિડ 19 નું ટેસ્ટકર્યુ હતું. મેં અને મારી પત્નીએ ફરીથી મારી જાતને મુન્નારની એક હોટેલમાં આઇસોલેશનમાં રહી ટેસ્ટની રાહ જોઈ હતી. 14 માર્ચે અમને કહેવામાં આવ્યું કે ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. આ પછી અમારી ટૂર પાર્ટીએ બીજા દિવસે વિમાનને પકડવાનો ઇરાદો કર્યો. હું વિમાનમાં ચઢ્યો નહીં ત્યાં મને કહેવામાં આવ્યું કે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

કોવિડ 19 માટે હું અને મારી પત્ની છૂટા પડ્યા અને ટેસ્ટ કરાવ્યા. અમારા એક્સ રે કરવામાં આવ્યા જેમાં મને ન્યુમોનિયા હોવાનું જણાવવામાં આવ્યું. ડો.ફતેહુદ્દીન અને ડો. જેકબ ટૂંક સમયમાં તેમની ટીમ સાથે સારવાર શરૂ કરી. તેઓએ મને એચ.આય.વી દવાઓ અથવા અન્ય એન્ટિવાયરલ દવાઓપસંદ કરવાનું કહ્યું. જ્યારે મારું ન્યુમોનિયા વધુ વણસી ગયું, ત્યારે તેઓએ મને વેન્ટિલેટર પર મૂક્યો. જેથી રિકવરીમાં ઘણી મદદ મળી.

ત્યાંનું વાતાવરણ ખુબ કઠોર હતું, જોકે મને સમજાયું કે આ વાયરસના ફેલાવાને અટકાવવાની શક્યતાને ઘટાડવાનું હતું. આઇસોલેશન રૂમની નિયમિત સફાઇ કરવામાં આવતી હતી. કારણ કે તે એક સ્થાનિક હોસ્પિટલ હતી, ખોરાક હંમેશાં પશ્ચિમી ખોરાક મુજબ ન હતું. પરંતુ તબીબી ટીમ દ્વારા હંમેશાં કહેવામાં આવતું હતું કે અન્ય કયા વિકલ્પો ઉપલબ્ધ છે. તબીબી ટીમ વર્લ્ડ ક્લાસ હતી. તેના સભ્યો ખરેખર પ્રોફેશનલ હતા, ખૂબ નમ્ર, સંભાળ રાખતા. હું તેનાથી સારી કાળજી અંગે વિચારી શકું નહીં.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ