healthInternational

કોરોના નો કહેર: ઈરાનમાં 85,000 કેદીઓને છોડી દેવાયા, ઇટલીમાં એક જ દિવસમાં 349ના મોત

ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોનાએ હવે યુરોપને પણ ઘેરી લીધું છે. યુરોપના ઘણા શહેરોમાં લોકડાઉન થયું છે. છેલ્લા 24 કલાકમાં યુરોપના દેશોમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. ઈરાનમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપને કારણે 129 લોકોનાં મોત થયાં. આ પછી, મૃત્યુની સંખ્યા વધીને 853 થઈ ગઈ છે જ્યારે ચેપના 14,991 પુષ્ટિ થયેલા કેસો છે.

ઈરાને 85 હજાર કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા છે. ઇરાની ન્યાયતંત્રના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોરોનોવાયરસ ફાટી નીકળતો અટકાવવા દેશ એ રાજકીય કેદીઓ સહિત લગભગ 85,000 કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા છે.

સ્પેન યુરોપનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. સોમવારે સ્પેનમાં કોરાના વાયરસના ચેપના આશરે એક હજાર નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસને કારણે પ્રથમ મૃત્યુ બહરીનમાં થયું છે.કોરોના વાયરસની સૌથી વધુ અસર હવે ઇટાલીમાં જોવા મળી રહી છે. સોમવારે ઇટાલીમાં 349 લોકોના મોત થયા હતા અને ઇટાલીમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 2,158 પર પહોંચ્યો હતો. આ સાથે, 3,233 નવા પુષ્ટિ થયેલ કેસ બહાર આવ્યા છે અને કોરોના વાયરસથી ફસાયેલા લોકોની સંખ્યા વધીને 27 હજાર 980 થઈ ગઈ છે. ચીનની બહાર કોરોના વાયરસથી મૃત્યુ પામેલા આ સૌથી મોટા પ્રમાણમાં છે.

પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસથી પ્રથમ મોત નોંધાયું છે. લાહોરની મેયો હોસ્પિટલમાં દાખલ ઇમરાન નામના દર્દીનું મોત નીપજ્યું છે. તે પાકિસ્તાનના હાફિઝાબાદનો રહેવાસી હતો. ઇમરાન તાજેતરમાં ઈરાનથી પરત ફર્યો હતો. પાકિસ્તાનમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 186 થઈ ગઈ છે.