AhmedabadCorona VirusGujarat

અમદાવાદમાં કોરોના બેકાબુ બનતા હવે સરકાર લોકોને આ રીતે છેતરી રહી છે, કેસ હતા 379 અને જાહેર કર્યા ફક્ત 249

ગુજરાતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે હવે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4721 પર પહોંચી ગયો છે.રાજ્યના કુલ કેસમાંથી 3293 કેસ તો અમદાવાદ શહેરના જ છે. અમદાવાદ શહેર ને હોટસ્પોટ જાહેર કરાતા આખા દેશમાં તેની ચર્ચા થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન અને રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પોતાની નિષ્ફ્ળતા છુપાવવા હવે ગુજરાતની જનતા સાથે ગેમ રમી રહયા છે.અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની મીલીભગત થી પોઝિટિવ કેસના સાચા આંકડો છુપાવાઈ રહ્યાં છે એ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. કેસ હતા 379 અને જાહેર કર્યા ફક્ત 249.

રાજ્ય ના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પોઝિટિવ કેસની વિગતો આપતા કહ્યું હતું કે અમદાવાદમાં 30 એપ્રિલે કુલ 249 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોઝિટિવ કેસની યાદી તૈયાર કરી હતી તેમાં કુલ 379 કેસની વિગતો હતી એટલે કે 30 એપ્રિલના રોજ અમદાવાદમાં 249 નહિ પરંતુ 379 કેસ સામે આવ્યા હતા. AMC એ 30 એપ્રિલના રોજ પત્રકારોને એક લિસ્ટ આપી દીધું જેમાં 379 કેસ હતા. જો કે જયંતિ રવિએ 24 કેસ જ બતાવ્યા હતા.

હવે આગલા દિવસે અગ્ર સચિવ જયંતિ રવિએ અમદાવાદમાં કુલ 267 પોઝિટિવ કેસની જાહેરાત કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 267 કે વિગતો જાહેર કરી અને તેમ જે નામ હતા એ જ નામ 30 એપ્રિલના 379 લોકોના લિસ્ટ સાથે મેચ થતા હતા. એટલે તમે સરળ ભાષામાં સમજો તો 30 એપ્રીલે અમદાવાદમાં 379 કેસ હતા પણ સરકારેબતાવ્યા ફક્ત 240 કેસ.

આ પરથી સ્પષ્ટ છે કે સરકાર સાથે મળીને અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન કેસની સંખ્યા ઓછી જાહેર કરીને જનતાને છેતરી રહયા છે. તમે પણ જોયું હશે કે અમદાવાદ દરરરોજ 200 આસપાસ કેસ જ જાહેર કરવામાં આવે છે કેમ કે જો 300 થી વધુ કેસ એક દિવસમાં જાહેર થાય તો અમદાવાદ ડેન્જર ઝોનમાં ગણાય જેથી રાષ્ટ્રીય કક્ષાએ બદનામી થાય અને અધિકારીઓએ જવાબ આપવો પડે.