Gujarat

આવનારા સમયમાં ગુજરાતનાં આ જીલ્લામાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં વધી જશે ?

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનના કેસ મોટી સંખ્યામાં વધી રહ્યા છે,વધી રહેલા આ કેસને કારણે રાજ્યમાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં કેટલાય લોકોએ પોતાની ધંધો અને રોજગારી પીએન ગુમાવી દીધો છે.પરપ્રાંત થી રાજ્યમાં રોજીરોટી માટે આવેલા શ્ર્મિકોએ પણ પોતાના વતનમાં પાછા ફરવું પડ્યું છે.

.રાજ્યમાં વાત કરીએ તો મોટા શહેરો અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં તો કોરોના કેસ મોટી સંખ્યામાં વધી રહ્યા છે.અહી ઉલ્લેખનીય છે કે અમદાવાદ માં અંદાજિત 9000, સુરત માં 1100 અને વડોદરા માં અંદાજિત 700 આસપાસ કેસ નોધાઈ ચૂક્યા છે.તમને જણાવી દઈએ કે આ જિલ્લાઓ સિવાય અન્ય જિલ્લાઓ માં કોરોના પહોચી ગયો છે પરંતુ પ્રમાણ માં કોરોના નો કહેર ઓછો જોવા મળ્યો હતો.

અહી ઉલ્લેખનીય છે કે હવે સરકારે લોક ડાઉન 4.0 ની શરૂઆત કરી છે આ ઉપરાંત સરકારે પરપ્રાંતીય શ્રમિકો ને પોતાના વતન પહોચડવા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.આના માટે સ્પેશિયલ ટ્રેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આ દરમિયાન તમને જણાવી દઈએ કે મુંબઈ/મહારાષ્ટ્ર થી ગુજરાત ના કચ્છ માં હજારો લોકો પોતાના વતન પરત ફરી રહ્યા છે ત્યારે કચ્છ માં કોરોનાના દર્દીઓ માં એકાએક ઓચિંતો ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઈએ કે કચ્છ જિલ્લા માં ગઈ કાલે 21 કેસ નોંધાયા હતા અને કચ્છ માં કુલ કેસ 54 થઈ ગયેલ છે.

આ દરમિયાન હવે જો આપડે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી મોટા ભાગ ના કેસ બહાર થી આવતા લોકોમાં જ નોંધાયા છે. એક તરફ કચ્છમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી જ તરફ મુંબઈથી લોકો હજુ પણ મોટી સંખ્યામાં વતન પરત ફરી રહ્યા છે. મુંબઇ/મહારાષ્ટ્ર થી 1100 થી વધુ લોકો ટ્રેન મારફતે કચ્છ આવી પોહચ્યા છે.અને મળતી માહિતી અનુસાર હજી પણ આવી રહ્યા છે.

.સરકારના આદેશ મુજબ તમામ લોકોને ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. મુંબઇ થી સતત આવતા લોકો થી કચ્છ ના સ્થાનિકો માં એકાએક ભય મો માહોલ ફેલાયેલ છે. તંત્ર દ્વારા પણ અહીના સ્થાનિક લોકો સિવાય તમામ લોકોને સાવધ રહેવા અપીલ કરાઇ છે. અને માસ્ક ના ઉપયોગ અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા પર પણ ભાર મુકાયો છે.