Corona VirushealthIndiaInternational

કોરોના ની રસી શોધી રહેલ ચીફ સાયન્ટિસ્ટે જે કહ્યું તે સાંભળીને તમારા હોંશ ઉડી જશે

છેલ્લા 40 વર્ષથી સરેરાશ દર વર્ષે 8 લાખ લોકો HIV થી મૃત્યુ પામે છે. હજી સુધી કોઈ એચ.આય.વી રસી મળી નથી. આ સંદર્ભમાં અગ્રણી વૈજ્ઞાનિક જેન હૉલ્ટન કે જે કોરોના વાયરસની રસી શોધી રહ્યા છે તે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે તેમણે કહ્યું છે કે કદાચ કોરોના રસી ક્યારેય નહીં મળે. તેમણે કહ્યું કે વિજ્ઞાનમાં કંઈક નક્કી નથી.

જેન કોરોના રસી ની શોધ માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહી છે. આ ટીમને બિલ ગેટ્સ તરફથી પણ ફંડ પ્રાપ્ત થયું છે. જેનને ઓસ્ટ્રેલિયા ની સૌથી અનુભવી મહામારીના નિષ્ણાત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં પણ કામ કર્યું છે અને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પ્રમુખ તરીકે પણ રહી ચુકી છે.

જેનો હૉલ્ટને આ ચેતવણી આપી છે જેથી કોરોના સામેના બધા દેશો ફક્ત રસીની શોધ પર જ નિર્ભર ન રહે. તેના કરતા કોરોનાને હરાવવા માટે પ્લાન બી પર પણ કામ થવું જોઈએ.કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. 17 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. એક લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે ઘણા દેશોમાં કોરોના રસી શોધવા માટે ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે.

ધ ઓસ્ટ્રેલિયન અખબાર સાથેની વાતચીતમાં વૈજ્ઞાનિક જેન હૉલ્ટન કહે છે કે આરોગ્ય અધિકારીઓએ પ્લાન બી પર વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે. કારણ કે કદાચ આપણે કોરોના રસી ન પણ શોધી શકીએ. જો કે વિશ્વના ઘણા આરોગ્ય નિષ્ણાતો આશા રાખી રહ્યા છે કે 2021 સુધીમાં વિશ્વને કોરોના રસી તૈયાર કરવામાં સફળતા મળશે.

પરંતુ જેન હૉલ્ટન કહે છે કે આટલા ટૂંકા સમયમાં કોરોનાની રસી તૈયાર કરવી તે માનવામાં ન આવે. તેઓએ કહ્યું છે કે અવાસ્તવિક અપેક્ષાઓ આપવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે COVID-19 સિવાય અન્ય કોરોના વાયરસની રસી હજી સુધી બનાવવામાં આવી નથી. 2008 માં વિશ્વમાં 7.7 લાખ લોકોસી ફક્ત એચઆઇવીથી મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 40 વર્ષોમાં 30 મિલિયન લોકો એચ.આય.વી.થી મોતને ભેટ્યા છે છતાં તેની કોઈ રસી શોધાઈ નથી.