healthIndiaInternational

ભારતમાં કોરોના બીજા સ્ટેજમાં: ત્રીજું સ્ટેજ હશે ખતરનાક, અત્યારે 100થી વધુ કેસ કન્ફર્મ

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયામાં વિનાશ સર્જ્યો છે. વિશ્વભરમાં લગભગ 5000 થી વધુ લોકોના કોરોના વાયરસને કારણે મોત થઇ ચુક્યા છે ત્યારે હવે ભારતમાં પણ કોરોના વાયરસનો ભય દેખાઈ રહ્યો છે.ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100 ને વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં મોડી રાત્રે 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ રીતે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 96 થી વધીને 101 થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ભારતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.

કોરોના ચેપના ભયને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોવિડ-19 ને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશો સાથે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા કોરોના સંકટ પર ચર્ચા કરશે.

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 96 હતી પરંતુ મોડી રાત્રે અહેવાલો આવ્યા કે મહારાષ્ટ્રમાં વધુ 5 લોકોના કેસ પોઝિટિવ છે. તેમાંથી 3 મહિલાઓ અને 2 પુરુષો છે. આ પાંચ લોકોમાંથી ચાર દુબઇ ગયા હતા, જ્યારે 21 વર્ષનો પાંચમો વ્યક્તિ થાઇલેન્ડ થઈને આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા 31 થઈ ગઈ છે.

અહમદનગરની સરકારી હોસ્પિટલમાંથી કોરોના વાયરસના ત્રણ શંકાસ્પદ દર્દીઓ છટકી ગયા છે. આ લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જો કે આમાંથી બે દર્દીઓ મોડી રાત સુધીમાં જિલ્લા હોસ્પિટલમાં પાછા ફર્યા હતા. આર્ટિલરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ત્રીજા દર્દીની શોધખોળ ચાલુ છે.અગાઉ બે મહિલાઓ અને એક પુરુષને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય લોકોના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.