healthIndiaInternational

વોટ્સએપ પર ફરતો કોરોનાવાઇરસ નો મોંમાંથી ઈયળ નીકળતો વિડીયો સાચો કે કે ખોટો, જાણૉ

ચીનના વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો છે જેણે દુનિયાભરમાં અફરાતફરી મચાવી છે. ચીનમાં 70થી વધુ લોકોના આ વાઇરસને કારણે મોત થઇ ગયા છે.ચીનથી આવતા મુસાફરોને દરેક દેશમાં એરપોર્ટ પર જ તપાસવામાં આવી રહ્યા છે.અન્ય દેશોમાં પણ કોરોનાવાઇરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. હાલ આ વાઇરસ મામલે અનેક મેસેજ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. તમને પણ કેટલાક વિડીયો અને મેસેજ આવ્યા હશે પણ શું તમે જાણો છો કે ખરેખર તે કોરોનાવાઇરસનો દર્દી છે કે નહીં? ચાલો જાણીએ,

ભારતમાં ખાસ કરીને લોકો કોઈ પણ જાતની ચકાસણી કર્યા વગર જ ફેસબુક, વોટ્સએપ જેવા માધ્યમોમાં મેસેજ, ફોટો કે વિડીયો ફોરવર્ડ કરી દેતા હોય છે જેનાથી ઘણીવાર નુકસાની નો સામનો કરવો પડે છે. અત્યારે વોટ્સએપમાં એક વિડીયો વાઇરલ થયો છે જેમાં એક દર્દીના મોં માંથી ઈયળ જેવું જંતુ ડોક્ટર બહાર કાઢી રહ્યા છે. વિડીયો સાથે કોરોનવાઈરસ અંગે લખવામાં આવ્યું છે. પણ આપને જણાવી દઈએ કે તે કોરોનાવાઇરસ નો દર્દી નથી કે ના તો તે કોરોનાવાઇરસના લક્ષણ છે.

કોરોનાવાઇરસ શું છે અને તેના લક્ષણો શું છે?

કોરોના વાઇરસ સામાન્ય રીતે પ્રાણીમાંથી આવે છે.આ વાઇરસના મોટાભાગના દર્દીઓ દુકાનો અથવા તો Huanan seafood માર્કેટમાં કામ કરતા હતા જ્યાં જીવતા અથવા તો કતલ કરાયેલા પ્રાણીઓ મળે છે. નવા વાઇરસ સામાન્ય રીતે પ્રાણીઓમાથી જ આવી રહ્યા છે.

કોરોના વાઇરસને લીધે ન્યૂમોનિયા થાય છે. આ વાઇરસ અસર કરે તેને શરદી, કફ, માથું દુખવું, ગળું સુકાઈ જવું, નાકમાંથી પાણી આવવું જેવા લક્ષણો દેખાઈ છે. આ વાઇરસને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય છે.ઘણા કેસમાં ઓર્ગન પણ કામ કરતા બંધ થઇ જાય છે. આવા દર્દીને એન્ટિબાયોટિક દવા કામ કરતી નથી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને ખાસ કરીને ફેફસા અને અન્ય ઓર્ગન માટે સારવાર આપવામાં આવે છે.

ઉપરોક્ત લક્ષણો કોરોના વાઇરસના છે. એટલે જો તમને કોઈ અન્ય વિડીયો મોકલે તો તેનાથી ડરવાની જરૂર નથી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે