CrimeCrimeIndiaNews

ગાય-તસ્કરોનું કૃત્ય CCTVમાં કેદ, રોડ કિનારે ઉભેલી ગાયને અલ્ટો કારમાં લઇ ગયા

નાગપુર પોલીસને ગાય (Cow)ની તસ્કરી ગેંગની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. નાગપુરના પંચપાવલી પોલીસ સ્ટેશન હેઠળ પોલીસે અલ્ટો કારમાંથી ગાયની ચોરી કરનારા તસ્કરોની ધરપકડ કરી છે. પશુઓની ચોરી અંગે પાંચપાવલી પોલીસ સ્ટેશન હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા તો ખબર પડી કે ગાયના તસ્કરો અલ્ટો કારમાં આવ્યા હતા અને નાની કારમાં ગાય સાથે નાસભાગ મચાવી હતી.

સીસીટીવી (CCTV) માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે વ્યક્તિ અલ્ટો કારમાંથી નીચે ઉતરે છે. ગાયને બળજબરીથી પાછળની સીટ પર બેસાડવામાં આવે છે અને પછી કારનો દરવાજો બંધ કરીને તેઓ જતારહે છે. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ તો તેમણે રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ અલ્ટો કાર જે રૂટ પરથી ગઈ હતી તે રૂટને ટ્રેસ કરીને પોલીસે આરોપી સુધી પહોંચી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને કાર પણ કબજે કરી છે.

એક આરોપી ફરાર હોવાનું કહેવાય છે જેની શોધ ચાલી રહી છે. પોલીસ આ ગાયની તસ્કરીના તળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે કે આ ક્યારે થઈ રહ્યું છે, કયા વિસ્તારમાંથી આ લોકોએ ગાયોની ચોરી કરી છે, આ તમામ બાબતો ફરાર આરોપીઓની ધરપકડ બાદ જ બહાર આવશે.

આ પણ વાંચો: રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

આ પણ વાંચો: ગરીબ અને મધ્યમ વર્ગ માટે નિર્માણ પામનાર કિરણ હોસ્પિટલ-2ના ભૂમિ વંદના કાર્યક્રમમાં લોકોએ મન મુકીને કર્યું દાન