AhmedabadGujarat

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

રાજ્યભરમાં હવે વરસાદના એંધાણ ઓછા થયા છે. જ્યારે કમોસમી વરસાદનો અંત આવતા ગરમીનો પારો વધ્યો છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદના લીધે ગરમીનો પારો ઓછો હતો. પરંતુ હવે ગરમીને હવામાન વિભાગે મોટી આગાહી કરી દીધી છે. અમદાવાદ બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ માં વરસાદી માહોલ જોવા મળશે નહીં. જ્યારે રાજ્યમાં ગરમીનો પારો ઉપર જવાની શક્યતા રહેલી છે. તેની સાથે તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધી નો વધારો થાય તેવી શક્યતા રહેલી છે.

તમને જણાવી દઈએ કે, રાજ્યના આઠ શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું હતું. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરમાં રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તેના સિવાય રાજકોટમાં 41, અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.4, ભુજમાં 41, પાટણમાં 40.5, વડોદરામાં 40.2, જૂનાગઢમાં 39.9 અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

જ્યારે કમોસમી વરસાદનો કહેર થતા હવે ઉનાળાએ જોર પકડ્યું છે. બે દિવસમાં જ ગરમીએ જોર પકડ્યું છે. આજ સવારથી લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં હવે એક વાત તો સ્પષ્ટ છે કે, વરસાદની વિદાય થતા લોકોને હવે ગરમી સહન કરવાનો વારો આવશે.