GujaratIndia

નવા સંસદભવનના વિરોધને લઈને સી આર પાટીલે વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ

આજે દેશને નવું સંસદ ભવન દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. આ નવું સંસદ ભવન પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક વિરોધી પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણને લઈને વિરોધી નોંધાયો છે. ત્યારે સી આર પાટીલે આ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

નવા સંસદભવનના વિરોધને લઈને સી આર પાટીલે વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો, જેમાં તેમને કહ્યું કે, કેટલાક લોકો દ્વારા આ નવા સંસદ ભવનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે તેમનો આ વિરોધ કરવાનો અધિકાર પણ છે. પરંતુ તેમના વિરોધ કરવાના કારણો પણ જાણવા જોઈએ. જો કે આ નવા સંસદ ભવનમાં આવી શકવાના નથી તેવા લોકો આ સંસદ ભવનનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે ન થવું જોઈએ જેને લઈને વિરોધ કરી રહ્યા છે.

આ અંગે સી આર પાટીલે વધુમાં જણાવ્યું કે, મને એવું લાગે છે કે આ લોકોને આ મામલે આવું બોલવાનું કોઈ અધિકાર જ નથી. આવા લોકોએ પહેલા તો સંસદ ભવનમાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ. જયારે ઘણી પાર્ટીઓ એવી જેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે તેમને પણ વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં ચૂંટણીમાં તેમનો કોઈ પણ સભ્ય સંસદ ભવનમાં પ્રવેશ કરવા માટે યોગ્ય થશે નહિ. એટલા માટે જ તેમને આ નવા સંસદ ભવનનો વિરોધ કરી રહ્યા છે.

સી આર પાટીલે આ અંગે વધુમાં જણાવ્યું કે, મારું માનવું છે કે આખા વિશ્વમાં આપણી લોકશાહી સૌથી મોટી લોકશાહી છે. અંગ્રેજોના સમયમાં 93 વર્ષ પહેલાં સંસદ ભવન બનાવવામાં આવ્યું હતું. અને આ સંસદ ભવન આપણે ગુલામીની યાદ અપાવતું છે. જયારે આજ સુધી કોઈ પણ શાસક પક્ષે આવું નવું સંસદ ભવન બનાવવાનો વિચાર પણ કર્યો ન હતો. ત્યારે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગુલામીની યાદો અપાવતા આ સંસદ ભવનને નવું સંસદ ભવન બનાવ્યું છે.

જો કે આગામી સમયમાં સંસદમાં સીટો પણ વધશે, ત્યારે આ વિચાર કરીને નવા સાંસદોને બેસવા માટે પણ અત્યારથી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જયારે હાલમાં સંસદ ભવનમાં બેસવાની વ્યવસ્થા નથી. આ આપણી આત્મા નિર્ભરતા પ્રમાણેનું સંસદ ભવન છે. આખી દુનિયામાં જેટલા સંસદ ભવનો છે, તેમાંથી આ નવું સંસદ ભવન સૌથી સારું સુવિધાજનક વાળું હોય તેમ કહી શકાય છે. સંપૂર્ણ સ્વદેશી એવું આ દેશનું નવું સંસદ ભવન છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે