રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જયારે અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બે લોકો ની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે ત્રીજો વ્યક્તિ સારવાર હેઠળ રહેલા છે. ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે આ ઘટના ઘટી હતી. જેમાં અંગત અદાવતમાં બે વ્યક્તિઓ ની હત્યા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ ના ગોમતીપુરમાં અંગત અદાવતમાં તલવાર ના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મહંમદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણ નામના યુવક ની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. મૃતકો ડ્રગ્સ અને દારૂપીને ખંડણી વસૂલતા હોવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે પાન પાર્લર વાળા સાથે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો.
આ મામલા બાદ રાત્રીના મૃતક આરોપીને મારવા માટે ખુલ્લી તલવારો સાથે મૃતક આમિર તબરેજ આરોપીને મારવા માટે પાન ના પાર્લર પર આવી પહોંચ્યો અને આરોપીના ઘર પાસે બોલાચાલી થતા મામલો ઉગ્ર બની ગયો હતો. તે દરમિયાન આરોપી સમીર, કામિલ અને સોહેલ દ્વારા આમિરને હથિયારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગોમતીપુર પોલીસ દ્વારા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય બેની શોધ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, આ ઘટનાને અંજામ આપનાર આરોપી હાથીખાઈ પાસે ફ્લેટમાં જ વસવાટ કરે છે. જ્યારે મૃતકનો ઈદના દિવસે આરોપી સાથે ઝઘડો થયેલો હતો. આ બાબતમાં સમાધાન માટે ફોન કરવામાં આવ્યો હતો અને છ લોકો હાથમાં તલવાર લઈને આવી પહોંચ્યા હતા. આરોપી દ્વારા મૃતકનો પીછો કરીને તલવાર ખેંચીને માર મારવામાં આવ્યો હતો. જેમાં એક ઈજા પામનાર હોસ્પિટલમાં રહેલ છે અન્ય બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે સમીર અહેમદ મણિયાર, કામિલ મણિયાર અને સાહિલ મણિયાર ત્રણેય ભાઈઓ ભેગા મળીને બે વ્યક્તિઓને તલવારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા હતા. આ સિવાય તે પણ જાણકારી સામે આવી છે કે, મૃતક આમિર ઉર્ફે ભાંજો વિરુદ્ધ 21 ગુના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. જ્યારે આરોપી આમિર વિરુદ્ધ રાયોટીંગના ગુના દાખલ કરવામાં આવેલ છે.