South GujaratGujaratSurat

સુરતમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપાર, થાઈલેન્ડની સાત યુવતીઓ સાથે ગ્રાહકો ઝડપાયા

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે એક હચમચાવી નાખનાર મામલો સામે આવ્યો છે. બે પિતરાઈ બહેનનાં મૃતદેહ લટકેલી હાલતમાં ઝાડી ઝાંખરામાંથી મળી આવતા અફરાતફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ સુરતના અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી બે યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા બંને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. તેની સાથે બંને બહેનોના હાથ પર બ્લેડના ઘા પણ મારવામાં આવ્યા છે, એટલે કે પહેલાં બ્લેડથી આપઘાતનો પ્રયાસ કરાયો હતો. બંને બહેનોના મૃતદેહ પરથી એવું જોવા મળી રહ્યું છે કે, કોઈ મેરેજ માટે તે સજીધજીને ગઈ હોય. બંને બહેનો નીલમ વર્મા અને રોશની વર્મા મૂળ મધ્ય પ્રદેશની છે અને સુરતમાં છૂટક કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ રૂપ બનતી હતી.

તેની સાથે પ્રેમ પ્રકરણમાં બંને બહેનો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બંને બહેનોને લવ મેરેજ કરવા ઈચ્છતી હતી અને યુવકો સાથે નાસી જવાની ફિરાકમાં રહેલી હતી. પ્રેમીઓ દ્વારા ભાગી જવાની ના પાડતા બંને બહેનોને દુઃખ થતા અવાવરું જગ્યા પર ઝાડ સાથે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઝાડી ઝાંખરામાંથી બને યુવતીના લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. બંને યુવતીના શરીર પર ઇજાના નિશાન રહેલા હતા. જેમાં પ્રેમીઓને ડરાવવા બ્લેડ પણ મારવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવતીના પરિવારજનોની ઓળખની દિશામાં તપાસ શરુ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.