ચક્રવાત બિપરજોય ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર
Cyclone Biparjoy: અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન હવે ખૂબ જ ગંભીર બની ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન તે 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હતું. આજે સવારે વાવાઝોડું જખૌ બંદર (ગુજરાત)થી 280 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું. અને તે દેવભૂમિ દ્વારકાથી 290 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે.
આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના નલિયાથી લગભગ 350 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં, પોરબંદરથી 350 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં અને પાકિસ્તાનમાં કરાચીથી લગભગ 340 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું. આ વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે.
વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરશે. તે 15 જૂનની સાંજે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના જખાઉ બંદર (ગુજરાત) પર લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.