ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડું ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ તરફ સતત આગળ વધી રહ્યું છે. આ ગુરુવારે રાત્રીના એટલે આજે આઠ વાગ્યા સુધીમાં કચ્છના જખૌ બંદરે પહોંચે તેવી શક્યતા રહેલી છે. આ સમય દરમિયાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની શકે છે. સમાચાર લખવામાં આવ્યા તે સમયે ચક્રવાત બિપોરજોય જખૌ થી લગભગ 140 કિમી અને દ્વારકાથી 190 કિમી દૂર રહેલું છે. તેની સાથે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ મુજબ, આગામી ગુજરાતના દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ બનશે. તેની સાથે 40 કિમીઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાત સિવાય અન્ય 10 રાજ્યોમાં આ વાવાઝોડાની અસર દેખાવાની છે. બિપોરજોય વાવાઝોડાની અસર રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, લક્ષદ્વીપ, કેરળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયમાં જોવા મળશે. છે. તેની સાથે રાજ્યમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાત હવામાન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ અરબી દરિયામાં વાવાઝોડું ઉદભવ્યા બાદ ગુજરાતના દરિયાકાંઠાની પાસે પહોંચતા પહેલા અનેક વખત ફંટાયું છે. આ કારણોસર તેની તીવ્રતામાં વધઘટ જોવા મળી રહી છે. અત્યારે તેની તીવ્રતા ભયાનક રહેલી છે. ગુજરાતના આઠ અસરગ્રસ્ત જિલ્લામાંથી અંદાજે એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ, ‘આ ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન રહેલું છે. તેના લીધે વૃક્ષો, નાના મકાનો, માટીના મકાનોને નુકસાન પહોંચી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.