કચ્છ જાવ તો જરૂર દરબાર ગઢ જજો, જાણો શું છે તેની વિશેષતાઓ….
ભુજનું દરબાર ગઢ રાજાશાહી સમયમાં કચ્છનું સૌથી મહત્વનો સ્થળ રહેલું કેમકે આ સ્થળ પર સમગ્ર કચ્છ રાજ્યનું સંચાલન ચલાવવામાં આવતું હતું. પરંતુ આ સ્થળ 2001 ના ભૂકંપ દરમિયાન જર્જરિત થઈ ગયો હતો. પરંતુ હવે કચ્છના રાજપરિવાર દ્વારા આ ઐતિહાસિક વારસાને ફરી ધબકતું કરવા માટે દરબાર ગઢનું પારંપરિક ઢબમાં પુનઃસ્થાપન શરૂ કરાયું છે.
તમને જણાવી દઈએ કે, અંદાજીત 450 વર્ષ અગાઉ કચ્છની રાજધાનીને લાખિયારવીરાથી ભુજ ખસેડાઈ હતી. ભુજ શહેરમાં સૌપ્રથમ કોઈ સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું હોય તો તે આ દરબાર ગઢ રહેલું હતું. દરબાર ગઢમાં બનેલા પ્રાગ મહેલ, આઇના મહેલ અને રાણી વાસ સહિતના મહેલો સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના રહેલા છે. ચાર સદી જૂના આ સ્થાપત્યોમાં વિશિષ્ટ પ્રકારની કળાકૃતિ અને કોતરણી અદ્યતન ઇજનેરી તકનીક જોવાલાયક છે. તેમ છતાં દરેક સદીમાં આવેલ ભૂકંપ દ્વારા દરબાર ગઢના અનેક સ્થાપત્યોને ઘણું પહોંચાડ્યું છે.
તેમ છતાં હવે કચ્છના રાજપરિવાર દ્વારા હવે આ જર્જરિત ઇમારતોનું પુનઃસ્થાપન શરૂ કરાયું છે. જ્યારે દરબાર ગઢમાં સૌથી પહેલા બનેલા રાણીવાસના પુનઃસ્થાપન સાથે શરૂઆત કરવામાં આવી છે. પ્રાગ મહેલના સામે આવેલી રાણી વાસની દિવાલનું કામ શરૂ કરાયું છે અને આગામી છ મહિનામાં જ આ દિવાલનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ દરબાર ગઢની મુખ્ય પ્રવેશદ્વાર નાગરખાનાને પણ પુનઃસ્થાપિત કરાશે.
દરબાર ગઢને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે તેના બાંધકામ સમયે વપરાયેલ પદ્ધતિ અને સામગ્રીનું વપરાશ કરી રિવાઇવલ મેથડોલોજીને વપરાશમાં લઈ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ રીપેરીંગ કામમાં સિમેન્ટનો કોઈ ઉપયોગ કરવામાં આવશે નહીં. બાંધકામ સમયે વપરાયેલ ચુંક, દેશી ગોળ, સુરખી અને ઘૂઘડ જેવા પદાર્થોને વપરાશમાં લઈ સમારકામ કરાઈ રહ્યું છે.