સુરતમાં છઠ્ઠા માળેથી નીચે પટકાતા સોફ્ટવેર એન્જિનિયર મહિલાનું મૃત્યુ
સુરત ના ભટાર વિસ્તારમાં સોફ્ટવેર એન્જિનિયર મહિલા છઠ્ઠા માળેથી પટકાતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મહિલાના લગ્નને હજુ ત્રણ વર્ષ થયા હતા. જ્યારે આ મહિલાની વાત કરીએ તો તે પોતાના ઘરની ગેલેરીમાંથી નીચે પટકાતા તેનું માથું ફાટી ગયું હતું. ગંભીર હાલમાં મહિલા ને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. એવામાં મહિલાએ આપઘાત કર્યો કે અકસ્માત તેને લઈને સવાલ ઉભા થયા છે.
તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના વતની અને ભટાર વિસ્તારમાં આવેલા આકાશદર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આ ઘટના ઘટી છે. જ્યારે મહિલાનો પતિ વિકાસ પેરિવાલ પરિવાર સાથે અહીં રહે છે. ત્રણ વર્ષ અગાઉ વિકાસના લગ્ન મધુલિકા સાથે થયા હતા. મધુલિકા વરાછા વિસ્તારમાં આવેલી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહી હતી. ત્યારે વિકાસ પણ એન્જિનિયર રહેલ છે. તે પુણે ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. વિકાસની પુણે સ્થિત કંપનીમાં નોકરીની ઓફર મળી હોવાના લીધે તે છેલ્લા ત્રણ મહિનાથી પુણેમાં રહીને નોકરી કરી રહ્યો હતો.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, મધુલિકા ના સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા. તે સમયે મધુલિકા ઘરની બાલકનીમાંથી નીચે પડી ગઈ હતી. મધુલિકા નીચે પડતા જ સોસાયટીના લોકો દોડી પહોંચી આવ્યા હતા. તેની જાણ થતા સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા. મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલી દેવાયો આવ્યો હતો. તેની સાથે જ મધુલિકાના પતિને પણ આ બાબતમાં જાણ કરવામાં આવી હતી. હાલમાં આ મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.