નિર્ભયા બળાત્કાર કેસમાં દોષિત આરોપી અક્ષય કુમારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ અરજી દાખલ કરી છે. મૃત્યુદંડની સજા સંભળાતા અક્ષયે રિવ્યુ પિટિશનમાં વિવિધ દલીલો આપી છે. તેમણે કહ્યું છે કે દિલ્હીના લોકો હવા અને જળ પ્રદૂષણથી મરી રહ્યા છે, તો તેમને કેમ ફાંસી આપવામાં આવી રહી છેઅક્ષયે અરજીમાં લખ્યું છે કે દિલ્હીમાં હવાનું પ્રદૂષણ જોખમી સ્તરે છે અને તે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં તેને અલગથી મૃત્યુ દંડ આપવાની જરૂર શું છે?
તમને જણાવી દઇએ કે ડિસેમ્બર 2012 માં દિલ્હીમાં 23 વર્ષીય નિર્ભયા પર ચાલતી બસમાં ગેંગરેપ થયો હતો. સારવાર દરમિયાન પીડિતાનું મોત નીપજ્યું હતું.પુનર્વિચાર અરજીમાં જણાવાયું છે કે દિલ્હીનું પાણી પણ ઝેરી થઈ ગયું છે. આવી સ્થિતિમાં ઝેરી હવા અને પાણીને કારણે લોકોનું જીવન ઓછું થઈ રહ્યું છે, તો પછી તેમને કેમ ફાંસી આપવામાં આવી રહી છે.
નિર્ભયા બળાત્કાર કેસમાં દોષી ઠરેલા અક્ષય કુમારે વેદ પુરાણ અને ઉપનિષદનો પણ ઉલ્લેખ કર્યો હતો. અક્ષયે કહ્યું છે કે વેદ પુરાણ અને ઉપનિષદમાં હજારો વર્ષોથી જીવતા લોકોનો ઉલ્લેખ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, લોકો સતયુગમાં હજારો વર્ષોથી જીવતા હતા.
અરજીમાં લખ્યું છે કે ત્રેતાયુગમાં એક માણસ હજાર વર્ષ જીવતો હતો. પરંતુ હવે કલયુગમાં માણસની ઉંમર 50 થી 60 વર્ષ સુધી મર્યાદિત રહી છે. પછી તેને ફાંસી આપવા બદલ સજા કરવાની જરૂર નથી, કારણ કે ત્યાં સુધીમાં તે પોતે જ મરી જાય છે.