SaurashtraGujaratJamnagar

જામનગર માં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી દરમિયાન શિક્ષકનું મોત થતા મુખ્યમંત્રીના રાહત ફંડ માંથી 25 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ

હાલમાં ગુજરાતમાં વરસાદે તેનું રુદ્ર સ્વરૂપ વરસાવ્યું છે. જે સમગ્ર ગુજરાત પર મેઘ મહેરબાન થઇને વરસી રહ્યો છે. જ્યારે હજુ પણ હવામાન નિષ્ણાત દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના મોટા શહેરોમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું જેમાં ખાસ કરીને જામનગર અને વડોદરામાં ઘણું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ઘણા લોકોનું મૃત્યુ થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હાલમાં ગુજરાતના જામનગરમાં અતિવૃષ્ટિ બાદ પૂર ના અસરગ્રસ્તો ની સહાય કામગીરી કરવામાં આવી રહી છે.

આ અસરગ્રસ્તોની સહાય કામગીરી માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં આ સર્વેની કામગીરી માટે શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે. જો કે હાલમાં જ આ કામગીરી દરમિયાન એક શિક્ષકના મોતનો મામલો સામે આવ્યો છે. આ સર્વેની કામગીરી દરમિયાન શિક્ષક ને હાર્ડ એટેક આવ્યો હતો. અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની માહિતી મળતા જ ત્યાં ફરજ પરના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. આ ઉપરાંત આ બનાવની જાણ જામનગર    શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને ત્યાંના અન્ય શિક્ષક અધિકારીઓ પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ સાથે સાથે પોલીસ તંત્ર પણ હોસ્પિટલ ખાતે દોડતું થઇ ગયું હતું. જેમને આ શિક્ષક ના મૃતદેહનો કબજો લઈને તેની આગળની પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે આ શિક્ષક નું ફરજ પર મોત થતા જામનગર શિક્ષક સંઘના પ્રમુખ અને ત્યાંના અન્ય શિક્ષક અધિકારીઓએ શિક્ષકને વોરિયર તરીકે ગણીને તેમના પરિવારને મુખ્યમંત્રી ના રાહત ફંડ માંથી 25 લાખ રૂપિયા ના વળતરની માંગ કરવામાં આવી છે, જેથી તેમના પરિવારને મદદ થઈ શકે.

આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ જામનગર શહેરના વોર્ડ નંબર 16 માં બન્યો હતો. જેમાં જામનગરના વાણીયા ગામની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી રહેલ કલ્પેશભાઈ માંડવીયા જેમની ઉંમર 38 વર્ષ હતી અને તેઓ વ્રજ વાટિકા સોસાયટીમાં અતિવૃષ્ટિ બાદ પૂર ના અસરગ્રસ્તોની સહાય માટે સર્વેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક હૃદય હુમલો આવી ગયો હતો. બાદમાં તેમને નજીકની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ત્યાં ફરજ પર  ના તબીબો એ તેમને મૃત જાહેર કર્યો હતો.