ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા આવેલા ભક્તને આવ્યો હાર્ટ એટેક, પોલીસે CPR આપીને બચાવ્યો જીવ
આજ કાલ સતત વધી રહેલા હાર્ટ એટેકના બનાવો ને લઈને દરેક વ્યક્તિએ CPR ની ટ્રેનિંગ લેવી જરૂરી છે. ત્યારે થોડા સમય પહેલા જ રાજ્યની પોલીસને CPR ની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે પોલીસ જવાનોને આપવામાં આવેલ CPR ટ્રેનિંગ એ હવે ખરા અર્થમાં કામ આવી રહી છે. ડાકોર મંદિરમાં એક ભક્તને અચાનક જ હાર્ટ એટેક આવી જતા ત્યાં હાજર પોલીસ કર્મીએ તરત જ હાર્ટ એટેક આવેલ વ્યક્તિને CPR આપતા તે વ્યક્તિનું જીવન બચી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, ડાકોર મંદિરમાં રોજ હજારો દર્શનાર્થીઓ રણછોડરાયના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે ગત રોજ એક ભક્ત ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવામાં આવ્યો ત્યારે તેને મંદિરની બહારની બાજુ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે ત્યાં હાજર PSI તેમજ હેડ કોન્સ્ટેબલે તરત જ તે વ્યક્તિને CPR આપ્યું હતું. જે બાદ તે વ્યક્તિ ફરીથી ભાનમાં આવી ગયો હતો. અને તેને વધુ સારવાર માટે તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
નોંધનીય છે કે, આપણે જો CPR ટ્રેનિંગ લીધી હોય તો આપણી આજુબાજુના કોઈ પણ વ્યક્તિઓમાંથી જો કોઈને પણ હાર્ટ એટેક આવે અને આપણે તે વ્યક્તિને તાત્કાલિક CPR આપીને તે વ્યક્તિને ફરી ભાનમાં લાવીને તેનો જીવ બચાવી શકીએ છીએ. તાલ લીધેલી હોય તો તે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. અને માટે ગુજરાતના મોટા ભાગના કર્મચારીઓને CPRની ટ્રેનીંગ આપવામાં આવી છે જે ટ્રેનિંગ અત્યારે ખરેખર દેવદૂત સમાન બની રહી છે.