Ajab GajabIndiaNews

દેવું કરીને બાપાએ દીકરીના લગ્ન કરાવ્યા પણ આજે બાપે ઘર વેચીને બસ સ્ટેન્ડ રહેવું પડે છે, જાણો હૃદયસ્પર્શી આ ઘટના,

દરેક પિતા પોતાના સંતાન માટે કઈપણ કરવા તૈયાર હોય છે.દરેક પિતાને પોતાના દીકરા માટે ઘણા એવા સપના હોય છે કે મારો દીકરો-દીકરી મોટા થઈ સારી એવી નોકરી કરે આવા ઘણા સપના હોય છે.પરંતુ સમાજમાં અમુક જગ્યાએ એવું પણ બને છે કે એ જ દીકરા ઘરડા ઘડપણમાં પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે.

આજે અમે તમને એક પિતાની કરુણ કહાની જણાવીશું.આ પિતા તમિલનાડુના તેનકાસી વિસ્તારના રહેવાસી છે,જેમની ઉંમર ૬૧ વર્ષ છે.આ પિતાએ દીકરીઓના લગ્ન કરવા માટે તેમની પાસે જે હતું તે બધું વેચી દીધું અને દીકરીઓના લગ્ન કરાવ્યા.આ એ જ પિતા રોડ પર રહેવા મજબૂર બન્યા છે.તેમની પત્નીનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું.

આજે તેઓ અલંગુલમ તાલુકાના અનૈયપ્પાપુરમ ગામના બસ સ્ટેન્ડમાં રહે છે.પિતાએ પોતાનું દુખ વ્યક્ત કરતાં જણાવ્યુ આજે મારી પાસે પહેરવા માટે થોડાક કપડા, ખાવા માટે ટિફિન બોક્સ અને પાણી પીવા માટેની એક બોટલ છે.હું દિવસ દરમિયાન ખેતરમાં મજૂરી કામ કરું છું.તેઓએ વધુમાં કહ્યું,મને ઘણી વખત કામ મળતું નથી,તેથી લોકો પાસેથી ખાવાનું માંગુ છું.

તેઓએ પોતાના વિતેલા દિવસોને યાદ કરીને કહ્યું પહેલા હું એક લોક ગાયક હતો, આસપાસ લગ્નપ્રસંગમાં હું ગાતો હતો.