ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીની મૂર્તિ આપતા મંદબુદ્ધિ યુવક સાજો થઈ જશે તેવી પરિવારને બંધાઈ આશા
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વસવાટ કરતા એક મંદબુદ્ધિ 35 વર્ષની ઉંમરના યુવકને તેના ઘરની બાજુમાં જ બનાવવામાં આવેલ એક જેલ જેવી જગ્યામાં રાખવામાં આવે છે. પહેલા તો તેના પરિવાર જનો યુવકને સાંકળથી બાંધીને રાખતા હતા. જો કે, યુવક હવે શાંત થઈ જતા છેલ્લા એક-દોઢ વર્ષથી તેને જેલ જેવી જગ્યામાં રાખવામાં આવે છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે આ યુવકે ગમે તે વ્યક્તિ પર હુમલો કરી દે છે તેમજ દીવાલ સાથે પોતાનું માથું જોર જોરથી પછાડવા લાગે છે. અને એક જ વારમાં લોખંડના દરવાજાને પણ તોડી નાંખે છે અને જો તે વધુ ગુસ્સે થઈ જાય તો તે પોતાના જ નખથી તેના શરીરને નુકશાન પહોંચાડે છે.
ઉલ્લેખનીય છે કે, યુવકનો એક નાનોભાઈ પણ છે. નાનો ભાઈ પોતાના 35 વર્ષીય મોટા ભાઈની સેવા કરે છે. આ સાથે જ તે પોતાના ભાઈને સાજો કરવા માટે દવા અને દુવા બંને કરતો રહે છે. સુરતમાં થોડા દિવસ પહેલાં જ બાગેશ્વર બાબનો દિવ્ય દરબાર યોજાયો ત્યાં લન આ યુવક પહોંચી ગયો હતો. જો કે, તેમની અરજી લીધા વિના જ બાગેશ્વર બાબા જ્યારે મંડપમાંથી નીચે ઉતર્યા ત્યારે તેમના હાથમાં રહેલી હનુમાનજીની મૂર્તિને તેમણે આ આ યુવકને આપી હતી. જેથી આ યુવકને આશા છે કે હનુમાનજીની મૂર્તિ ઘરે આવવાથી મોટાભાઈની બીમારીમાં રાહત થશે.
નોંધનીય છે કે, યુવકના ગુસ્સાવાળા સ્વભાવને કારણે તે અન્યોને તેમજ પોતાની જાતને પણ નુકશાન પહોંચાડતો હોય છે. માટે જ તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. યુવક સાજો થઈ જાય તે માટે ઓરજવાર સતત દુવા અને દવા બંને કરે છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલ હનુમાનજીની મૂર્તિ ઘરે લાવ્યા બાદ હવે પરિવારને એક આશા બંધાઈ છે કે યુવક જલ્દીથી સાજો થઈ જશે.