GujaratRajkotSaurashtra

ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટમાં યોજાનાર દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ શરૂ, બાબાના રોકાણને પગલે મકાન માલિક ઘર કરશે ખાલી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ આગામી 1 અને 2 જુનના રોજ રાજકોટ આવીને તેમનો દિવ્ય દરબાર યોજવાના છે. 1 અને 2 જુનના રોજ સાંજના 5:00 વાગ્યાથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાશે. જેને લઈને હાલ તો પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

નોંધનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં 1 અને 2 જુનના રોજ દિવ્ય દરબાર ભરાવવાનો છે ત્યારે તેઓ આવતીકાલે મોડી રાત્રીના સમયે રાજકોટ પહોંચી જશે. તેમના રહેવા તેમજ જમવા સહિતની તમામ સુવિધાની તૈયારી થઈ ગઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં તેમના ખાસ વ્યક્તિ અને તેમના ભક્ત એવા કિશોરભાઈના ઘરે રોકાવાના છે.

ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી જેમના ઘરે રોકવાના કિશોરભાઈ ખૂબ જ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, બાબા અમારા ઘરે આવીને રોકાશે એ અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે.અમારા ઘરે પરમાત્મા પધારવાના છે તેમ માનીને અમે તેમનુ સ્વાગત કરવાના છીએ. બાબા મારા ઘરે આવીને રોકાશે તેવું તેમણે મને વચન આપ્યું હતું. જે વચન તેઓ પૂરૂ કરવા કરવા જઈ રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, અમીન માર્ગ ખાતે આવેલી કિંગ હાઈટ્સની બી વિંગના 9માં માળે ધીરેન્દ્ર શાસ્ત્રી રોકાણ કરવાના છે. ત્યારે કિશોરભાના ઘરે બાબા રોકવાના હોવાથી કિશોરભાઈએ જણાવ્યું કે તેઓ તેમનો ફ્લેટખાલી કરીને નીચેના માળે જતા રહેશે. જેથી બાબાને કોઈપણ જાતની તકલીફ પડે નહીં.