બંગાળની ખાડીમાં લો-પ્રેશર ની સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા વરસાદી માહોલને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લાઓમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના લીધે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી સમયમાં પણ રાજ્યભરમાં વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી હતી.
તેની સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાત્રીના 13 જિલ્લામાં અતિભારે વરસાદની વરસવાની શક્યતા રહેલી છે. જેમાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતી દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા રહેલી છે. ની સાથે સામાન્ય વરસાદ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે.
આ સિવાય ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. અહીં અતિ થી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે. કેટલાક ભાગોમાં અત્યંત ભારેથી વરસાદની પણ શક્યતાઓ રહેલી છે.
તેની સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જૂનાગઢ, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.